ભાસ્કર ઈમ્પૅક્ટ:આખરે વાપી વીઆઇએ ઓફિસ નજીક ડ્રેનેજ લાઇનની મરામત કામગીરી શરૂ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજી અનેક સ્થળોએ ડ્રેનેજ ખુલ્લી હોવાથી ચોમાસામાં મુશ્કેલી ઊભી થશે

વાપી વીઆઇએ ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે જીઆઇડીસીની ડ્રેનેજ લાઇન તૂટેલી હાલતમાં જોવા મળી રહી હતી. દિવ્ય ભાસ્કરે શનિવારે આ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યા બાદ તરત જ નોટિફાઇડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી મરામત કામગીરી હાથ ધરી હતી. જેસીબી મશીન તથા અન્ય સાધનો વડે તૂટેલી ડ્રેનેજ લાઇનની મરામત કામગીરી હાથ ધરવામા આવી હતી.

જો કે હજુ પણ જીઆઇડીસી વિસ્તારમા અનેક સ્થળોએ ડ્રેનેજ લાઇન ખુલ્લી જોવા મળી રહી છે. નોટિફાઇડ તંત્ર ચોમાસા પહેલા મરામત કામગીરી કરે તે જરૂરી છે. કારણ કે ચોમાસામાં ડ્રેનેજ લાઇન બંધ થવાથી વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે. અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ખુલ્લી ડ્રેનેજ લાઇનથી અકસ્માતની પણ સંભાવના રહે છે.

અન્ય સમાચારો પણ છે...