કામગીરી શરૂ:આખરે વાપીમાં 17 થી 34 ઓવરહેડ ટાવર લાઇન તોડી પાડવાની કામગીરી શરૂ કરાઇ

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષથી ટાવરો હટાવવાની રજૂઆતો ડીજીવીસીએલ અને સરકારમાં કરાઇ હતી

વાપી જીઆઇડીસી થર્ડ ફેઇઝ વિસ્તારમાં લાંબા સમયથી પેન્ડિંગ ટાવર નંબર 17 થી 34 સહિત ઓવરહેડ ટાવર અને લાઇન તોડી પાડી જગ્યા ખુલ્લી કરવાની રજૂઆતો થઇ હતી. પરંતુ ગુરૂવારથી ઓવરહેડ ટાવર અને વીજ લાઇનને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. 10 વર્ષથી રજૂઆતનો હવે અંત આવ્યો છે.

વાપી વીઆઇએમાં થોડા દિવસો પહેલા જ નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી હતી. જેમાં ડીજીવીસીએલના અધિકારીઓને લાંબા સમયથી પેન્ડિંગ ટાવર નંબર 17 થી 34 સહિત ઓવરહેડ ટાવર અને લાઇન હટાવવા નાણામંત્રીએ તાકીદ કરી હતી.

જે અંતગર્ત ગુરૂવારથી જેટકોએ વાપી GIDC એસ્ટેટના ત્રીજા તબક્કાના વિસ્તારમાં લાંબા સમયથી પેન્ડિંગ ટાવર નંબર 17 થી 34 સહિત ઓવરહેડ ટાવર અને લાઇનને તોડી પાડવાનું કામ શરૂ કર્યું હતું. હવે 66 કે.વી. લાઇનોના અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂર્ણતાના તબક્કામાં છે.

વીઆઇએ સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે ટીમ વીઆઇએના ફોલઅપના કારણે આ શકય બન્યું છે. ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ સૂચના આપતાં વર્ષો જુનો પ્રશ્ર ઉકેલાયો છે. એડવાઇઝરી બોર્ડના સભ્ય યોગેશ કાબરિયા, મિલન દેસાઇ સહિત બોર્ડના સભ્યો,પાવર કમિટીના સભ્યો અને VIAની ટીમ સાથે ફોલોઅપથી આ સફળતા મ‌ળી છે.

અન્ય સમાચારો પણ છે...