ફાઇનલ ચિત્ર:વાપી નગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારોનું ફાઇનલ ચિત્ર

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે ચૂંટણી ઉમેદવારોને સૂચના

વાપી પાલિકાની 11 વોર્ડના 44 સભ્યો માટે આગામી 28મી નવેમ્બરના રોજ સામાન્ય ચૂંટણી હાથ ધરાશે. જોકે, હાલમાં ભાજપમાંથી 44, કોંગ્રેસમાંથી 43 અને આપમાંથી 32 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. મંગળવારે ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે સમગ્ર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. બીજી તરફ નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર અને ચૂંટણી અધિકારી દ્વારા કેટલાક આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.

વાપી પાલિકાની સામાન્ય ચૂંટણી 28મી નવેમ્બરે યોજાનાર છે. જેને અનુલક્ષીને ચૂંટણીની આચારસંહિતા તથા આયોગની સૂચનાઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા જાહેર સ્થળોની સુરક્ષા અને સલામતી ઉપરાંત મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.એ.રાજપૂતે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી 4 ડિસેમ્બર સુધી કોઇપણ વ્યક્‍તિ, સંસ્થા કે મંડળી કે રાજકીય પક્ષ તથા ચૂંટણીના ભાવી ઉમેદવારો માટે કેટલાક સૂચનો જારી કર્યા છે.

ચૂંટણી પ્રચાર અર્થે કોઇ ઉમેદવારોએ, રાજકીય પક્ષોએ કે તેમના ટેકેદારોએ જાહેર કે સાર્વજનિક જગ્યાઓ ઉપર કોઇ વિશાળ જાહેરાતના પાટીયા, બેનરો, કટઆઉટ, દરવાજા-ગેટ કે કમાનો સક્ષમ અધિકારીની પરવાનગી વગર ઊભા કરવા નહીં. કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વગેરે કોઇ સ્થળે મૂકતા પહેલાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તેમજ પોલીસ અધિક્ષકને જાણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...