તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોમાં ડર:અંબાચ-ડુમલાવમાં ફરતાં 2 દિપડા ન પકડાતાં ગ્રામજનોમાં ડર યથાવત

વાપી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ-ત્રણ સ્થળે પાંજરા મુકવા છતાં પણ સફળતા મળી નથી

વાપી નજીક અંબાચ ગામમાં તથા તેની નજીક આવેલાં ડુમલાવ ગામમાં છેલ્લા દોઢ માસથી બેથી વધુ દિપડા ફરી રહ્યાં છે. અનેક પશુઓનો શિકાર દિપડાઓ કરી ચુકયાં છે. ત્રણ સ્થળોએ પાંજરા ગોઠવામાં આવ્યાં છે, પરંતુ હજુ સુધી દિપડા પકડવામાં સફળતા મળી નથી. જેને લઇ ગ્રામજનોમાં ડરનો માહોલ યથાવત છે.

ફોરેસ્ટ વિભાગના સહયોગથી ગ્રામજનોએ દિપડાને પકડવામાં અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ હજુ સુધી દિપડા પકડાયા નથી.ડુમલાવના ઉપસરપંચ પ્રકાશભાઇ પટેલે જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં 3 જેટલા દિપડા ફરી રહ્યાં છે. ત્રણ પાંજરા દિપડાને પકડવામાં ગોઠવ્યાં છે,પરંતુ દિપડા હજુ સુધી પકડાયા નથી. ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા સતત પ્રયાસ કરી રહ્યું છે. હાલ ગ્રામજનોમાં ડર વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો