વેપારીઓમાં રોષ:વાપીના ગૌરવપથમાં 1.26 કરોડનો ખર્ચ છતાં દુકાનોમાં પાણી ભરાવાની ભીતિ

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ફુટ નીચેની જગ્યાએ 1 ફુટ રોડ ઉંચો રોડ બનાવતા પાલિકામાં રજૂઆત કરાઇ

વાપી-કોપરલી રોડ ગૌરવપથ રોડની કામગીરી 1.26 કરોડના ખર્ચે પૂર્ણતાને આરે પહોંચી છે. કામગીરીના પ્રારંભમાં વેપારીઓને એક-બે ફુટ રોડ નીચો આવશે એવું આશ્વાસન અપાયુ હતુ, પરંતુ હાલ રોડ 1 ફુટ ઉંચો બનાવતા સ્થાનિક વેપારીઓમાં રોષ ભભુકયો છે. વેપારીઓએ પાલિકામાં રજૂઆત કરી રોડ ઉંચો બનાવવાથી વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ન વિકટ બનવાની સંભાવના વ્યકત કરી છે.

વાપી-કોપરલી રોડ વોર્ડ નં.4ના વેપારીઓએ ચીફ ઓફિસરને એક લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે વાપી-કોપરલી રોડ નવો રૂ.1.26 કરોડ ખર્ચે બનાવવાના હતાં. ત્યારે વેપારીઓની રૂબરુમાં ચર્ચા થઇ હતી. જેમાં રોડ અંદાજે એકથી બે ફુટ નીચે આવશે એવું જણાવામાં આવ્યુ હતુ,પરંતુ આ રોડ જ હતો તેનાથી વધારે એટલે કે એક ફુટ જેટલો ઉંચો થયો છે.જેથી આ માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે.

દુકાનોમાં પાણી ભરાશે એમ લાગી રહ્યુ છે. આટલો સરસ ગૌરવપથ કોપરલી રોડનો હતો, પરંતુ રીઝલ્ટ મળ્યુ નહિ આ બાબતનું દુ:ખ હોવાનું વેપારીઓએ જણાવ્યુ હતું. આગામી દિવસોમાં લાઇન લેવલ મેળવેલ હશે તે કદાચ બરાબર હશે કે નહિ તે આવનાર સમય બતવાશે એવો ઉલ્લેખ વેપારીઓએ કર્યો હતો. આમ વાપી કોપરલી રોડની કામગીરીથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાશે નહિ
વાપી-કોપરલી રોડ પર વરસાદી પાણીની ગટર લેવલ જાળવીને બનાવામાં આવી છે. જેથી ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થશે નહિ. ડિવાઇડર સહિતની કામગીરી 12 જુન પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ આ રોડની રોનક જોવા મળશે. > દર્પણ ઓઝા,ચીફ ઓફિસર,વાપી પાલિકા

અન્ય સમાચારો પણ છે...