ક્રાઇમ:દમણમાં સાવકી સગીર પુત્રી પર પિતાનું એક વર્ષથી દુષ્કર્મ

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુમ બાળકીને શોધતા ઘટના બહાર આવી

નાની દમણમાં પોલીસે ગુમ બાળકીને શોધી કાઢતા જે હકીકત બહાર આવી હતી એ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરા સાથે તેમનો જ સાવકો પિતા છેલ્લા એક વર્ષથી જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધતો હતો. દમણ પોલીસે આરોપી સાવકા પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

તેમનો જ સાવકો પિતા છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ બાંધતો હતો
નાની દમણના ખાટકીવાડમાં રહેતા મૂળ બંગાળના ઇન્સાન ખાન નામક ઇસમ અને તેમની પત્ની ચારેક દિવસ અગાઉ તેમની સગીર પુત્રી ગુમ થવા બાબતે પોલીસ ફરિયાદ કરવા આવ્યા હતા. પીઆઇ શોહિલ જીવાણીએ ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાળકી દમણમાંથી જ મળી આવી હતી. સગીરને લાવી પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. બાળકીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેમનો જ સાવકો પિતા છેલ્લા એક વર્ષથી તેમની સાથે બળાત્કાર ગુજારીને શારીરિક સંબંધ બાંધતો હતો. દમણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી. પોલીસ  દુષ્કર્મ તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પુરા થતાં મંગળવારે આરોપીને ફરી કોર્ટ રજૂ કરાતા 14 દિવસની જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપયો છે. સાવકા પિતાના ત્રાસથી સગીરા અગાઉ પણ ઘર છોડીને ભાગી ગઇ હતી. જોકે, સગીરાને શોધી કાઢ્યા બાદ ફરી સાવકા પિતા સુધરવાના બદલે તેમની સાથે દુષ્કર્મ કરવાનું ચાલુ જ રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...