તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:વલસાડમાં ટ્રેન સામે પડતું મૂકી 2 દીકરીના પિતાનો આપઘાત

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રેલવે ટ્રેકની બાજૂમાં બાઇક પાર્ક કર્યું હતું

વલસાડના અબ્રામામાં તુલસીવનમાં રહેતા અને 2 દીકરીનો પિતા 42 વર્ષીય સંજય રમેશ ધાનાણી ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે.તે તેની પત્ની અને બે દીકરીઓ સાથે રહેતો હતો. બુધવારે સવારે બાઇક લઇને ઘરેથી નિકળ્યો હતો.તેણે વશીયર રેલવે ફાટક પાસે પહોંચી આગળ જઇને બાઇક ટ્રેકની બાજૂમાં પાર્ક કરી દીધી હતી.દરમિયાન ટ્રેક પરથી માત્ર ટ્રેનનું એન્જિન આવી રહ્યું હતું,જેની નજીક જઇને આ યુવાને એન્જિન સાથે ભટકાઇને આપઘાત કરી લીધો હતો.

માથાના ભાગે ગંભીર ઇજા થતાં યુવાન દૂર ફેંકાઇ ગયો હતો,જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.એન્જિનના ડ્રાઇવરે વારંવાર હોર્ન વગાડ્યો છતાં આ યુવાને પડતું મૂક્યું હતું. આ અંગે રૂરલ પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી હતી.આ યુવાનના આપઘાતના પગલે 2 દીકરીએ પિતાનું છત્ર ગુમાવી દેતા આ વિસ્તારમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો