સમાધાન કરવા જતા હુમલો:ડુંગરામાં જમીન ઝઘડામાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર ઉપર ચાકુથી હુમલો

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ પકડી રાખ્યો તો પુત્રએ ચાકુથી ઈજા પહોંચાડી

વાપીના ડુંગરામાં ટેકરા ફળિયામાં સોમવારે રાત્રે કુંટુંબી ભાઇ વચ્ચે જમીન વહેંચણીને લઇ ઝઘડો ચાલતો હતો. આ ઝઘડામાં સમાધાન કરવા જતા તેની અદાવત રાખીને પિતા-પુત્ર ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ડુંગરા સ્થિત ટેકરા ઉપર કેશર પાર્કમાં રહેતા નવિનચંદ્ર રમણભાઇ પટેલ સોમવાર રાત્રિએ દસ વાગ્યે ઘરે હાજર હતા એ દરમિયાન તેમના કોટુંબિક ભાઇ બિપિન મોરાર પટેલ તથા તેમનો પુત્ર પ્રથમ તેમના મોટાભાઇ કનુભાઇ મોરારભાઇ સાથે જમીન વહેંચણીના મુદ્દે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા. આ ઝઘડામાં નવિનચંદ્ર તથા તેમનો પુત્ર વિપ્લવ અને માતા મીનાબેન ઝઘડો નહિં કરવા માટે સમજાવવા ગયા હતા.

જમીનના મુદ્દે બે ભાઇ વચ્ચે ચાલતા ઝઘડામાં સમજાવવા ગયેલા નવિનચંદ્ર ઉપર જ હુમલો કરી દેવાયો હતો. આરોપી બિપિન પટેલ હાથમાં ચપ્પુ લઇને સ્થળ ઉપર આવીને પ્રથમે નવિનચંદ્રને પક્ડી રાખ્યો હતો જ્યારે બિપિને નવિનચંદ્રને છાતીમાં તથા પુત્ર વિપ્લવને છાતીના ભાગે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. આરોપી પિતા-પુત્ર હુમલો કર્યા બાદ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત નવિનચંદ્રના પુત્ર બ્રિજેશ પટેલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...