તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાસ્ટટેગ:ફાસ્ટેગ ફરજિયાતથી સ્થાનિક કાર ચાલકોનો મરો માસિક પાસ ન હોય તો 1 દિવસના 110 કપાઈ જશે

વાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક વાહનચાલકો જિલ્લા બહાર કોઇ પણ સ્થળના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત હોવાથી અન્ય કોઇ વિકલ્પ નહિ
 • બગવાડા ટોલનાકા પર સોમવારે સવારે ફાસ્ટેગ લેવા ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકોનો ધસારો
 • ટોલનાકા પર સ્થાનિક વાહનોને અત્યાર સુધી ટોલ ચૂકવવો પડતો ન હોવાથી ફાસ્ટેગ લીધા ન હતા

કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ 15 ફેબ્રુઆરીથી નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત છે. પરંતુ તેની સીધી અસર સ્થાનિક વાહન ચાલકોને થઇ રહી છે. સ્થાનિક કાર ચાલકો જિલ્લા બહાર અન્ય ટોલ પ્લાઝા પર જવાના હોવાથી ફાસ્ટેગ મેળવ્યુ છે, પરંતુ બગવાડા ટોલનાકા પરથી પણ પસાર થતાં પૈસા આપોઆપ કપાઇ રહ્યાં છે.

મહત્વની વાત એ છે કે ફાસ્ટેગ મેળવ્યાં બાદ સ્થાનિક કાર ચાલક માસિક પાસ ન મેળવે અને બગવાડા ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો તેમના ખાતામાંથી 24 કલાકના કુલ રૂ.110 કપાશે. જેમાં એક તરફ જવાના રૂ.70 તથા પરતના રૂ.40નો સમાવેશ થાય છે. જેથી સ્થાનિક વાહન ચાલકોમાં ટોલ પ્લાઝાના સંચાલકો સામે આક્રોેશ વધી રહ્યો છે. બીજી તરફ સોમવાર રાત્રે 12 વાગ્યાથી ફાસ્ટેગ વગરના વાહન ચાલકો પાસે ડબલ નાણાં વસુલવામાં આવશે. કેશની લાઇન બંધ કરી દેવાતાં હવે ફાસ્ટેગ વગરના વાહન ચાલકો ડબલ ચાર્જ ચુકવ્યાં વગર પસાર થઇ શકશે નહિં. આમ ફાસ્ટેગ ફરજિયાતથી સ્થાનિક વાહન ચાલકોની સાથે અન્ય રાજયના વાહન ચાલકોએ પણ ફાસ્ટેગ વગર વધારે નાણાં ચુકવવાની ફરજ પડશે.

સ્થાનિકોને મુકિત છે પરંતુ હવે પૈસા કપાશે બગવાડા ટોલનાકાના સંચાલકોના મતે અત્યાર સુુધી કોર્મશિયલ વાહનો સિવાય સ્થાનિક કાર ચાલકો પાસેથી ટેકસ લેવામાં આવતો ન હતો. જેને મુકિત હતી. પરંતુ હવે ફાસ્ટેગ દરેક ટોલ પ્લાઝા પર ફરજિયાત છે. જેથી સ્થાનિક વાહન ચાલકોએ અન્ય જિલ્લામાં જવા માટે ફાસ્ટેગ લેવું ફરજિયાત છે. પરિણામે બગવાડા ટોલનાકા પાસેથી પસાર થતાં ફાસ્ટેગના કારણે નાણા તેના કપાશે.આ એક ટેકનિકલ બાબત છે.

દરરોજના 25 હજાર વાહનો પસાર થાય છે
બગવાડા ટોલનાકા પરથી રોજના સરેરાશ 25 હજાર વાહનોની અવર-જવર રહે છે. જેમાં 12 હજારથી વધુ કારો, 5 હજારથી વધુ ટ્રકો, 1500 ટેમ્પાનો સમાવેશ થાય છે. સ્થાનિકો સહિત આ તમામ વાહનોમાં સોમવારે રાત્રે 12 વાગ્યાથી આ ફાસ્ટેગ હોવું ફરજિયાત છે. ફાસ્ટેગ ન હોય તો ટોલ પ્લાઝા પર ડબલ નાણા ચુકવવા પડશે. માત્ર 10 ટકા વાહન ફાસ્ટેગ સિસ્ટમ વિનાના છે.

કેવી રીતે ડબલ ચાર્જ વાહન ચાલક પાસે લેશે
મુંબઇથી ટ્રક ચાલક અમદાવાદ તરફ જાય છે. તેમનું ટોલટેકસ કુલ રૂ.405 થાય છે. પરંતુ તેમની પાસે ફાસ્ટેગ નથી. જેથી તેમણે ડબલ રૂ.810 ચુકવવા પડશે. આ પૈસા રોકડા ટોલ પ્લાઝા પર આપવા પડશે. જોકે મોટા ભાગના કોમર્શિયલ વાહનોએ ફાસ્ટ ટેગ અગાઉથી જ લઈ લીધા હતા.

સ્થાનિક વાહનો માટે માસિક પાસમાં કેટલો ચાર્જ

 • ડી.એન.09 કાર હોય તો રૂ.300
 • ડીડી 03 અને જી.15 કાર હોય તો રૂ.150
 • અન્ય રાજયની પાર્સિંગ હોય તો રૂ. 2100 પાસ

સિંગલ જર્નીમાં કાર ચાલકોએ ડબલના પૈસા ચૂકવવા પડશે, જેથી ખર્ચો વધશે
ફાસ્ટેગ મેળવ્યાં બાદ કેટલાક સ્થાનિક વાહન ચાલકોએ મંથલી પાસ લીધો નથી. આ કાર ચાલકો સિંગલ જર્ની કરી પરત આવે તો બગવાડા ટોલનાકા પર 24 કલાકના 110 રૂપિયા આપોઆપ કપાઇ જશે. સિંગલ જર્નીના રૂ.70 તથા પરતના રૂ.40 લેવામાં આવી રહ્યાં છે. જો કે ફાસ્ટેગ વગરના સ્થાનિક વાહન ચાલકો પાસે ડબલ ચાર્જ કેટલો લેવાશે તે અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. બેથી ત્રણ વખત ફરજિયાત ફાસ્ટેગના નિર્ણય બાદ પણ સ્થાનિક વાહન ચાલકો પાસે ડબલ ચાર્જ ન વસુલતાં બબાલો ન થઇ હોવાનું ટોલનાકાના જવાબદારો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો