તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ મેસેજ:બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફારના ખોટા મેસેજ વાયરલ

વાપી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આખરે વલસાડ ડીઇઓએ તમામ આચાર્યોને જાણ કરી

વલસાડ જિલ્લાના સોસિયલ મિડિયામાં એપ્રિલફુલના દિવસે દિવસભર બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગેના ખોટા મેસેજ વાઇરલ થયા હતાં. જેને બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. જેને લઇ શુક્રવારે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ આચાર્યોને એપ્રિલફુલના મેસેજ ખોટા છે,નકકી કરેલી તારીખે જ પરીક્ષા લેવામાં આવશે. વાપી સહિત વલસાડ જિલ્લામાં ગુરૂવારે સોશિયલ મિડિયામાં બોર્ડની પરીક્ષા અંગે એક મેસેજ વિદ્યાર્થીઓ,વાલીઓમાં ફરતો થયો હતો.

શિક્ષણ બોર્ડની અખબારી યાદીના નામે એવો ઉલ્લેખ કરાયો હતો કે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 15-6થી 30-6-2021 સુધી દરમિયાન લેવાશે. જેની શાળાઓએ નોંધ લેવા જણાવામાં આવ્યુ હતુ, પરંતુ અા ખોટા મેસેજ વાઇરલ થતાં શુક્રવારે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ.વસાવાએ આચાર્યોને જાણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે ધો.10 અને 12ની તારીખ અંગે બોગસ મેસેજ સોશિયલ મિડિયામાં ફરતો થયો છે.

પહેલી એપ્રિલનોે મેસેજ કરીને વિદ્યાર્થીઓે અને વાલીઓેને એપ્રિલફુલ બનાવાનો પ્રયાસ નિંદનીય છે. જેથી બોર્ડની પરીક્ષાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બોર્ડની પરીક્ષા નિયત કાર્યક્રમ 10-5-2021થી 25-5-2021 દરમિયાન જ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો