ફરિયાદ:વાપીના પૂર્વ PIની FB પર ફેક આઇડી બનાવાઇ

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ ડીસામાં DYSP તરીકે ફરજ બજાવી રહ્યા છે, પોલીસ-સાયબરમાં ફરિયાદ

વાપીમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ ડીસામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એ.જી.પરમારના નામે ફેસબુક ઉપર ફેક આઇડી બનાવી લોકોને છેતરવાના કિસ્સા સામે આવ્યા છે. જેને લઇ ડીસાના ડીવાયએસપીએ સાયબર અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાપીના પોલીસ મથકોમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બનાસકાંઠાના ડીસામાં આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ઇન્ટેલિજેન્સ તરીકે ફરજ બજાવી રહેલા અજીતસિંહ એમ.પરમારએ પોતાનું ફેસબુક અકાઉન્ટ હેક થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, બુધવારે સવારે વાપીથી એક મિત્રએ જણાવ્યું હતું કે તેમના નામથી ફેસબુક અકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ત્યારે તેમને પૂછતાં કોઇ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા ન હોવાનું જણાવ્યું હતું. જેથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર સ્ક્રીન શોટ લઇ તથા લિંક મંગાવતા માલૂમ પડ્યું હતું કે, પીઆઇ યુનિફોર્મ વાળા નોન યુઝ્ડ ફેસબુકને હેક કરવામાં આવ્યું છે.

અથવા અમારા ફોટોથી ફેક ફેસબુક અકાઉન્ટ બનાવાયુું છે. થોડી જ વારમાં પીઆઇના બીજા ઓળખીતાનો ફોન આવ્યો હતો. જેમાં પણ લોભામણી લાલચ આપી ફેક મેસેજ કર્યા હતા. આ મેસેજો બદઇરાદાથી નોન યુઝ્ડ અકાઉન્ટને હેક કરી રિક્વેસ્ટ કરાઇ હતી.

ચીટિંગ કરવાના ઇરાદાથી નકલી ફેસબુક આઇડી બનાવી આ પ્રવૃત્તિ કરતા ડીવાયએસપીએ 1930 ઉપર સાયબર સેલ ગાંધીનગરને ટેલીફોનિક જાણ કરી હતી. આ મામલે સાયબર સેલ ગાંધીનગરએ મળેલી સુચના મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક ડીસા પોલીસ મથકમાં પણ લેખિતમાં ફરિયાદ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...