તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્નોની વણઝાર:વાપી સીઈટીપીને 55થી 70 એમએલડી સુધી વિસ્તરણ કરો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • VIAની બેઠકમાં જીપીસીબીના ચેરમેન સમક્ષ ઉદ્યોગકારોએ પ્રશ્નો રજૂ કર્યા

જીપીસીબીના ચેરમેન સંજીવ કુમારે વાપીની મુલાકાત લઇ ઉમરગામ,સરીગામ અને વાપીના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળી હતી. જેમાં સીઇટીપીના 55 એમએલડીને 70 એમએલડી સુધી વિસ્તરણની મંજુરી, એન્વાર્યમેન્ટલ ક્લીયરન્સ માટે સિંગલ વિન્ડો પ્રોસેસ બનાવવા સહિત અનેક પ્રશ્નો રજુ થયા હતાં. ચેરમેને પડતર પ્રશ્નો ઉકેલવા અંગેની ખાતરી આપી હતી. જો કે ગ્રીન એન્વાયરોના ડિરેકટર મહેશ પંડયાએ કાર્યક્રમની જાણ ન કરાતી હોવાની નારાજગી વ્યકત કરી હતી.

વાપી વીઆઇએ હોલમાં જીપીસીબી ચેરમેન સંજીવ કુમારનું વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલે સ્વાગત કર્યુ હતું. માજી પ્રમુખ પ્રકાશ ભદ્રાએ 91 ઉદ્યોગ સભ્યોને ઈફ્લુઅન્ટના વધારાના ડિસ્ચાર્જ માટેની મંજૂરી આપવા, ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે સીટિંગ ક્રાઈટ એરિયા બનાવવા, કંપનીમાં આગ લાગવી કે અકસ્માતોના કિસ્સામાં ઉદ્યોગોને ક્લોઝર ન આપવા અંગેની રજૂઆત કરી હતી. એ.કે. શાહે જીઆઈડીસી. એસ્ટેટની બહાર ઉદ્યોગિકરણને પ્રોત્સાહિત કરવા સીટીંગ માપદંડમાં રાહતની જરૂરિયાત પર ભાર મુકી જણાવ્યુ હતું કે ઓટો લાઈમ ડોઝિંગ સિસ્ટમ માટે ઉદ્યોગોને 6 ટન સુધીના બોઇલર ઇન્સ્ટોલ કરવાની છુટછાટ આપવાની માગ કરી હતી.

પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે એનઆઈઓના ના રિપોર્ટને ધ્યાને લઇ સીઈટીપીથી ડિસ્ચાર્જ થતા ટ્રીટેડ વોટરને 3 કિ.મી. સુધી પાઈપલાઈન દ્વારા દમણગંગાના ઇસ્ટરી ઝોનમાં ડિસ્ચાર્જ કરવા પરવાનગી મળે તો સીઈટીપી અને ઉદ્યોગને ડીપ સી ડિસ્ચાર્જ નોર્મના કાયદાનો લાભ મળી શકે. માજી વીઆઇએ પ્રમુખ શરદ ઠાકરે પુના એનજીટીએ 7 હજાર સીઓડીની છૂટ આપવા કહ્યુ છે જે જીપીસીબી ફેરફાર કરી શકે છે. ગ્રીન એન્વાયરોના ડિરેકટર મહેશ પંડયાએએ જણાવ્યું હતું કે ઉદ્યોગોના વિકાસ અને વૃદ્ધિ માટે ઇન્ફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ખુબ જ મહત્વનો મુદ્દો છે માટે તેમણેપાઈપલાઈન દ્વારા ડિસ્ચાર્જને મહત્વ આપી મંજુરીની માગ કરી હતી. મંત્રી રમલાલ પાટકરે પણ વિવિધ મુદે રજૂ્આત કરી હતી.

સરીગામ અને વાપીથી મહેસાણા સુધી ટેન્કરો ખાલી કરવા જાય છે
વાપીમાં એસિડ બેન્ક બને તો સરીગામ ઉમરગામના ઉદ્યોગોને રાહત થઇ શકે એવી રજૂઆત માજી એસઆઇએ પ્રમુખ શિરિષ દેસાઇએ કરી હતી. આ મુદે જીપીસીબીના મેમ્બર સેક્રેટરીએ સરીગામ-વાપીથી મહેસાણા સુધી ટેન્કરો ખાલી કરવા માટે આવતા હોવાનું જણાવતાં કેટલાક ઉદ્યોગપતિઓના ચેહરામાં સ્મિત જાેવા મળ્યુ હતું. મહેશ પંડયાએ જણાવ્યુ હતું કે ચૂંટાયેલા ડિરેકટરને એક પણ બેઠકની જાણ કરાતી નથી. પ્રોટોકલોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...