વાપી જીઆઇડીસી થર્ડ ફેઇઝમાંથી પસાર થતી બિલખાડીના નાળા પાસેની ખુલ્લી જગ્યામાં અલગ-અલગ ત્રણ જગ્યાએ એકસપાયરી ડેટનો દવાનો જથ્થા મળી આવ્યો હતો.કોઇ મેડિકલના સ્ટોર સંચાલકે આ દવાનો જથ્થો ફેંકયો હોવાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું રહ્યું છે. અગાઉ દમણગંગા નદીની ખનકીમાં પણ એકસપાયરી ડેટનો દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કોઇ પગલાં ભરવામાં આવ્યાં ન હતાં.
વાપીના થર્ડ ફેઇઝ સ્થિત બિલખાડી પાસેની જગ્યામાં ત્રણ જગ્યાએ બુધવારે એકસપાયરી ડેટની દવાનો જથ્થો મળી આવ્યો હતો. દવાઓ, સિરપ પાઉડર,ઇંજેકશન સહિત મેડિકલની સામગ્રીનો સમાવેશ થાય છે. એકસપાયરી ડેટ પૂર્ણ થતાં જીઆઇડીસીની ખુલ્લી જગ્યામાં દવાનો નિકાલ કરવામાં આવ્યો હતો. કોઇ અજાણ્યા ઇસમે દવાનો જથ્થો ફેંકયો હોવાનું કહેવાય છે.
મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા લોકો જ આવું કરી શકે એવું મનાઇ છે. અગાઉ દમણગંગા નદી નજીકની ખનકીમાં પણ એકસપાયરી ડેટ વાળીનો દવાનો નિકાલ કરવામાં આવ્યો હતો.વાપીમાં સતત બીજી વખત આ પ્રકારનો બનાવ બન્યો છે. ડ્ગ્સ વિભાગ જવાબદારો સામે પગલા ભરે તેવી માગ ઉઠી રહી છે. અહીંથી પસાર થતાં લોકો પણ દવાનો જથ્થો જોઇને ચોંકી ગયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.