તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમિનાર:વાપીના દરેક ઉદ્યોગો અનુબંધમ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરી ભરતી અંગેની માહિતી અપલોડ કરી શકશે

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં નોકરી ગુમાવનારને સરકારની પોર્ટલથી સીધો ફાયદો થશે

રાજય સરકારે નોકરી વાંછુક ઉમેદવારો માટે જોબ પોર્ટલ લોન્ચ કર્યા બાદ હવે દરેક ઔદ્યોગિક એસોશિયનમાં સેમિનાર યોજવાનું નક્કી કર્યુ હતું. જે અંતગર્ત સૌ પ્રથમ વાપી વીઆઇએમાં સરકારના અગ્ર સચિવ અંજુ શર્મા (આઈ.એ.એસ.)ની હાજરી વચ્ચે સેમિનાર યોજાયો હતો.

રોજગાર અને તાલીમ વિભાગના અધિક નિયામક કિશોર ભાલોડીયા, જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે માજી વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ-પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં વીઆઈએ પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીએ રોજગારીની તકો ઘટાડી દીધી હતી. હાલ સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલ આ અનુબંધમ - જોબ પોર્ટલ એક આશાનું કિરણ લઈને આવ્યું છે. અગ્ર સચિવ અંજુ શર્માએ સેમિનારમાં જણાવ્‍યું હતું કે, યુવાઓને નોકરી મળે તે અને ઉદ્યોગકારોને યોગ્‍ય ઉમેદવાર મળે તે માટે અનુબંધમ પોર્ટલ એકબીજાને ખૂબ જ ઉપયોગી બની રહેશે.

આ પોર્ટલ ઉપર સ્‍કિલ ધરાવતા ઉમેદવારોને સીધી રીતે પસંદ કરી પોતાની કંપનીમાં નોકરી આપી શકે છે. વાપીની દરેક એકમો આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી તેમના એકમમાં ભરતી અંગેની માહિતી અપલોડ કરશે તો આ પોર્ટલ વધુ ઉપયોગી બની રહેશે. કોઇપણ વ્‍યક્‍તિ ખોટી રીતે ફેક આઈડી બનાવી ન શકે તે માટે નોકરીદાતા અને ઉમેદવારોની યોગ્ય ચકાસણી કરીને જ પોર્ટલ ઉપર વેલીડેટ કરવામાં આવે છે. પોર્ટલ ઉપર નોકરી ઈચ્છુક ઉમેદવારો પોતાના રજિસ્ટ્રેશન પોતાનો ઘરે બેઠા કરી શકશે અને કંપનીઓ પોતાની સગવડતા પ્રમાણે તેમના એકમમાં ભરતી અંગેની માહિતી અપલોડ કરી શકશે અને પોતે ઇન્ટરવ્યૂ ગોઠવી પોતાને જરૂરી લાયકાતવાળા ઉમેદવારો મેળવી શકશે. આ માટે ઔદ્યોગિક એકમો સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને તેનો સારો સહયોગ પણ મળ્યો છે.

કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવી છે તેમના માટે પણ આ પોર્ટલ લાભદાયી નીવડશે.પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ પોર્ટલ દ્વારા આ વિસ્તારના તેમજ અન્ય નોકરી ઇચ્છુક વ્યક્તિને ઘણો ફાયદો થશે તથા સ્કિલ પ્રમાણે તેમણે નોકરી ક્યાં કરવી તેની માહિતી આ પોર્ટલ દ્વારા મળશે સાથે સાથે નોકરી આપનાર ઉદ્યોગોને પણ આ પોર્ટલ દ્વારા સ્કિલ તેમજ નોકરી ઇચ્છુક વ્યક્તિની માહિતી મળશે. દૂરના ગામડેથી આવતી મહિલાઓ માટે બસ સુવિધા પુરી પાડવા તેમજ એપ્રેન્ટીશીપ દરમ્યાન મળતા પગાર ભથ્થામાં વધારો કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...