અનેક રસ્તાઓ ધોવાયા:આખરે વાપી પાલિકા વિસ્તારમાં ખખડધજ માર્ગોની મરામત શરૂ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ ધોવાયા

વાપી શહેરમાં વરસાદના કારણે મોટા ભાગના માર્ગોની હાલત કથળી છે. મોટા ખાડાઓેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી રહ્યાં છે,ત્યારે મોડે-મોડે પાલિકાએ ખરાબ માર્ગની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ બુધવારે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. જેના કારણે કામગીરીમાં વિલંબ થઇ થયો હતો. પાલિકા પ્રમુખ અને તેની ટીમે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું.

વાપીમાં અત્યાર સુધીમાં 50 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેના કારણે શહેરના માર્ગોની હાલત અતિશય કથળી છે. મોટા ભાગના માર્ગો બિસ્માર બનતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ પાલિકાની ટીમે ખરાબ માર્ગોની મરામત કામગીરી ચાલુ કરી છે.પરંતુ બુધવારે ફરી વરસાદનું આગમન થતાં આ કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી.

જયારે વાપી પાલિકા વિસ્તારમા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથે ગટરોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ માટે પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ અને તેની ટીમે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.આ ટીમ ગુરૂવારે સુલપડ, ડુંગરા, ચલાની મુલાકાત લેશે.બુધવારે ગીતાનગર, વાપીટાઉન વિસ્તારની સમસ્યાનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...