રાહત:કોરોનાકાળમાં પણ વાપી નગર પાલિકાએ 45 દિવસમાં વિવિધ સ્થળે 7035 છોડોનું વાવેતર કર્યું

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષો રોપવા માટે શહેરીજનોએ ઉત્સાહ દર્શાવ્યો,પણ બાદ યોગ્ય માવજત જરૂરી

વાપી પાલિકા દ્વારા ચોમાસામાં દર વર્ષે વૃક્ષારોપણની ડ્રાઇવ ચલાવામાં આવે છે, આ વખતે કોરોનાકાળામાં પણ પાલિકાની ટીમે વૃક્ષારોપણ માટેની વાન દોડાવામા આવી હતી. શહેરીજનોએ કરેલા ફોનના આધારે તથા વિવિધ જાહેર સ્થળોએ મળી 45 દિવસમાં કુલ 7035 છોડોનું વાવેતર કરવામાં આવ્યુ છે. વૃક્ષારોપણ બાદ આ તમામ છોડોની માવજત થાય તે ખુબ જરૂરી છે. વૃક્ષારોપણ માત્ર ઔપચારિક ન બની રહે તે માટે ધ્યાન આપવું જોઇએ.

વાપી શહેરમાં છેલ્લા થોડા વર્ષો પહેલા સૌ પ્રથમ વખત વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી, જેમાં વસ્તીના પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા ખુબ ઓછી હોવાનું બહાર આવ્યુ હતું. શહેરમાં માત્ર 14 હજાર વૃક્ષો હોવાનું બહાર આવ્યુ હતુ, જેને લઇ છેલ્લા થોડા વર્ષોથી ચોમાસાની શરૂઆતથી પાલિકા દ્વારા વૃક્ષારોપણની ડ્રાઇવ ચલાવામાં આવે છે. મોબાઇલ વાનમાં છોડો સહિત વૃક્ષારોપણ માટેની તૈયારી સાથે સામાન સાથે પાલિકાની ટીમ વિવિધ સોસાયટી તથા ફોનના આધારે સ્થળ પર વૃક્ષારોપણ કરે છે. પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ચીફ ઓફિસર દર્પણ ઓઝાના માર્ગદર્શન વૃક્ષારોપણનો પ્રોજેકટમાં શહેરીજનોોએ પણ ઉત્સાહ દર્શાવ્યો છે. જેને લઇ આ વર્ષે 45 દિવસમાં કુલ 7035 છોડોનું વાવેતર કરવામાં આવ્યુ છે.કોરોનાના કેસો હોવા છતાં પણ પાલિકાની ટીમે વૃક્ષારોપણનો પ્રોજેકટ યથાવત રાખ્યો હતો.

વાપી જીઆઇડીસી નોટિફાઇડ વિસ્તારમાં પણ દર વર્ષે હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આમ વાપીમાં દર વર્ષે 1 લાખથી પણ વધુ વૃક્ષોનું વાવેતર થતુ હશે. પરંતુ અત્યાર સુધીમાં આ રોપેલા લાખો વૃક્ષોમાંથી કેટલા વૃક્ષોનો ઉછેર થયો તેનો પણ બંને વિભાગના વહીવટી તંત્રએ કયાશ કાઠવાની જરૂર જણાઇ રહી છે. નહીતર આવા વૃક્ષા રોપણનો કોઇ અર્થ નથી.

છોડોની માવજત કરવી ખુબ જ જરૂરી
વાપી પાલિકાએ વૃક્ષારોપણના માધ્યમથી દર વર્ષે અનેક છોડો રોપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કેટલાક સ્થળોએ યોગ્ય રીતે માવજત કરવામાં આવતી નથી. પરિણામે વૃક્ષારોપણનું કોઇ ખાસ મહત્વ રહેતુ નથી. જેથી વૃક્ષારોપણ થયા બાદ તેની યોગ્ય માવજત માટે પાલિકાની ટીમ યોગ્ય દેખરેખ રાખે તે જરૂરી છે. જેના માટે પાલિકા દ્વારા જ્યાં પણ વૃક્ષારોપણ કર્યું છે તે સ્થળે ટ્રી ગાર્ડ મુકવાની ખાસ જરૂર છે. નહીતર દર વર્ષે આવા ચોમાસા દરમિયાન રોપેલા છોડ થોડા મોટા થતાંની સાથે રખડતા ઢોર તેને આરોવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...