હાલાકી:વાપીમાં વીજકાપ બાદ પણ વીજ ધાંધિયા, DGVCL સામે લોકોમાં ભારે આક્રોશ, સવારથી ડૂલ થયેલી વીજ રાત સુધી ન આવી

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વાપી શહેરમાં મંગળવારે ડીજીવીસીએલ દ્વારા સવારથી સાંજ સુધી વીજ કાપ મુકવામાં આવ્યો હતો, પરંતુ વીજ કાપ બાદ પણ વીજ પુરવઠો બંધ રહ્યો હતો. 6 વાગ્યા સુધીનો વીજ કાપ હોવા છતાં રાત્રે 8.30 કલાકે વીજ પુરવઠો રાબેતા મુજબ થયો હતો. જેને લઇ વીજ ગ્રાહકોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો હતો. વાપી ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચનો કરે તેવી માગ ઉઠી રહી છે. વાપીના કેટલાક ફીડરોમાં જેટકો કંપની દ્વારા મરામત્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતગર્ત વાપી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ કાપ મુકવામાં આવ્યો હતો. દિવસભર વીજ કાપથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા હતાં.

બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીનો વીજ કાપની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 6 વાગ્યા બાદ પણ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો ન હતો. વીજ ગ્રાહકોના ફોનો બલીઠા ડીજીવીસીએલની કચેરીમાં રણકી ઉઠયા હતાં. મંગળવારે રાત્રે 8.30 કલાકે વીજ પુરવઠો રાબેતા મુજબ થઇ શક્યો હતો. દિવસભર વીજ પુરવઠો બંધ રહેતા વીજ ગ્રાહકો અકળાયા હતાં. કચેરીના ફરિયાદ નંબરના ફોન પર લોકો રિંગ વગાડતા રહ્યા પણ જવાબ ન મળ્યો. આ અંગે બલીઠા વીજ કચેરીના કાર્યપાલક ઇજનેરને પુછતાં તેમણે જણાવ્યુ હતું કે 21 સેન્સુરી હોસ્પિટલ પાસે વીજ ફોલ્ટ હોવાથી મરામત કામગીરી ચાલી રહી છે. જેના કારણે વીજ પુરવઠો સમયસર શરૂ થઇ શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...