તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર મૌન:વાપીમાં પર્યાવરણ દિનની ઉજવણી પરંતુ દમણગંગા નદી પ્રદુષણ મુક્ત બનતી નથી

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર આવ્યા બાદ પણ કેટલાક એકમોના કારણે નદીમાં પ્રદુષણ

વાપીના ઔદ્યોગિક સંગઠનો, જીપીસીબી, જીઆઇડીસી સહિત એનજીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ, પરંતુ બીજી તરફ વાપી દમણગંગા નદીમાં પ્રદુષિત પાણીના કારણે અલગ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વાપી -નામધા રોડ પર રેલવે બ્રિજન નીચે દમણગંગા નદીમાં કેમિકલયુકત પાણીના કારણે અહીથી પસાર થતાં લોકો પણ ચોંકી રહ્યાં છે. જો કે સ્થાનિક તંત્ર જવાબદાર એકમો સામે કાર્યવાહી કરે તેવી માગ ઉઠી રહી છે.

વાપી ક્રિટકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર હોવાથી પ્રદુષણના પ્રશ્ન અંગે વધારે ગંભીરતા દાખવામાં આવતી નથી. અગાઉના વર્ષોમાં પ્રદુષણના મુદે વાપી સતત ચર્ચામાં રહેતુ હતું. તાજેતરમાં વાપી જીપીસીબી, વીઆઇએ, ગ્રીન એન્વાયરો, જીઆઇડીસી કચેરી અને એનજીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં અનેક વૃક્ષો રોપ્યા હતાં. પરંતુ પર્યાવરણની સાથે નદીની સંભાળ લેવામાં આવતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વાપી-નામધા તરફના માર્ગ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજ નીચે દમણગંગા નદીમાં કેટલાક એકમો કેમિકલયુકત પાણી છોડી રહ્યાં છે. આ અંગેની રજૂઆતો પણ જીપીસીબીમાં થઇ ચુકી છે. આમ છતાં જવાબદાર એકમો સામે કોઇ કાર્યવાહી કરવામા આવી નથી.

જીપીસીબીમાં કાયમી અધિકારી ન હોવાથી મુશ્કેલી
વાપી જીપીસીબીમાં કાયમી રિઝયન ઓફિસરની ત્રણ માસથી નિમણૂંક થઇ નથી. હાલ વાપી જીપીસીબીના રિઝયન ઓફિસરનો ચાર્જ સુરતના અધિકારીને સોંપાયો છે. જેઓ આઠથી દશ દિવસે વાપીની મુલાકાતે આવતા હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત જીપીસીબીમાં સ્ટાફની ઘટ છે. પરિણામે પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી થતી નથી. બીજી તરફ કાયમી અધિકારીના અભાવે અરજદારોની ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવામાં વિલંબ પણ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...