તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:વાપી નપાના 12 કલાર્ક સહિત સ્ટાફને ચૂંટણીની જવાબદારી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણ હટાવો-વેરા વસુલાત જેવા કામ પર બ્રેક લાગશે

આગામી તાલુકા અને જિ.પં.ની ચૂંટણી માટે વાપી પાલિકાના સ્ટાફને કામગીરી માટે ઓર્ડર થઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં 12 કલાર્ક સહિત 16 કર્મચારીઓને ચૂંટણીની કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તબક્કાવાર હજુ પણ અન્ય કર્મચારીઓને ચૂંટણીની કામગીરી સોંપાશે. જેના કારણે દબાણો હટાવોની ઝૂંબેશ તથા વેરા વસુલાતના કામ પર બ્રેક લાગશે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અા સાથે સરકારી અને અર્ધસરકારી કમર્મચારીઓને ચૂંટણીની કામગીરી કરવા ઓર્ડર થઇ રહ્યાં છે. જેમાં વાપી પાલિકા કચેરી ઓફિસના કુલ 40 પૈકી અત્યાર સુધી 16 કર્મચારીઓને ચૂંટણીની કામગીરી કરવાના ઓર્ડર થયા છે. 16માંથી 12 કલાર્કનો સમાવેશ થાય છે.

હજુ અન્ય કર્મચારીઓને પણ ચૂંટણીની કામગીરીના ઓર્ડર થશે. સ્થાનિક તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના કારણે પાલિકાના સ્ટાફને કામગીરી સોંપાતા આગામી દિવસોમાં પાલિકાની કામગીરીને અસર થશે. કારણ કે હાલ પાલિકાએ દબાણો હટાવવા ઝૂંબેશ હાથ ધરી છે. બીજી તરફ માર્ચ નજીક આવતાં વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે. ભુગર્ભ ગટર યોજનાના ડ્રેનેજ કનેકશનની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પાલિકામાં આવતાં અરજદારોને પણ સ્ટાફના અભાવે મુશ્કેલી પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો