ચૂંટણી:વાપી તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે, ઉમેદવારોની તૈયારી શરૂ

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાશે.ચૂંટણીપંચની ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત સાથે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાટો વ્યાપી ગયો હતો. ખાસ કરીને વાપીની છરવાડા,ચણોદ,કરવડ સહિતની પંચાયતોમાં બે પેનલો વચ્ચે ચૂંટણીજંગના એંધાણ વર્તાઇ રહ્યાં છે. જો કે કેટલાક ગામોમાં સમરસના પણ પ્રયાસો થઇ રહ્યાં હોવાની માહિતી મળી રહી છે.

વાપી તાલુકામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ છેલ્લા થોડા સમયથી રાજકીય ગતિવિધિ તેજ જોવા મળી રહી હતી.પંચાયતની ચૂંટણીમાં કોણ ઊભુ રહેશે તેની બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. કેટલાક ગામોમાં ગ્રામજનો દ્વારા સર્વસમંતિથી સરપંચ નક્કી કરવાની પણ કવાયત ચાલી હતી. ત્યારે સોમવારે રાજ્ય ચૂંટણીપંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે વાપી તાલુકાના ગામોમાં ચૂંટણીને લઇ રાજકીય માહોલમાં ગરમાટો આવ્યો હતો.

છરવાડા,ચણોદ,કરવડ સહિતની પંચાયતોમાં બે જુથો વચ્ચે ચૂંટણીના એંધાણ વર્તાઇ રહ્યાં છે. આ સાથે પંચાયતોને સમરસ કરવાની કવાયત ચાલી રહી છે. ચૂંટણીની જાહેરાત સાથે ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ તૈયારી શરૂ કરી દીધી છે. જોકે હાલ પાલિકાની ચૂંટણી સામે હોય તે પૂર્ણ થયા બાદ પંચાયતોની ચૂંટણીમાં ગરમાટો આવશે.

અન્ય સમાચારો પણ છે...