તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કાર રિવર્સ લેતા ચીભડકચ્છના વૃદ્ધ કચડાયા, સારવારમાં મોત

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટક્કર માર્યા બાદ ઇસમ ફરાર થઇ ગયો

વાપીના ડુંગરા નજીક એક ઇકોચાલકે કારને પૂરઝડપે રિવર્સ લેતા 83 વર્ષીય વૃદ્ધ તેની અડફેટમાં આવી ગયો હતો. જેઓને હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વાપીના ડુંગરા નજીક ચીભડકચ્છ ગામના વડીયા ફળિયામાં રહેતા 83 વર્ષીય શંકરભાઇ દુટીયાભાઇ ધો.પટેલ 13 ઓગસ્ટના રોજ મેઇન રોડથી પોતાના ઘરે ચાલતા જઇ રહ્યા હતા.

તે દરમિયાન ચીભડકચ્છ ખાડી ફળિયામાં રહેતો જીગ્નેશ અર્જુન પટેલ પોતાની ઇકો કાર નં.જીજે-15-સીએફ-6741નો લઇને આવતો હોય આગળ રસ્તો બ્લોક હોવાથી ગાડી પૂરઝડપે રિવર્સ લેતા શંકરભાઇ તેની ચપેટમાં આવી ગયા હતા. અકસ્માત થતાં જ જીગ્નેશ કાર લઇને સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. માથા અને શરીરે ઇજા થતા શંકરભાઇ સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રાત્રિના સમયે તેમનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર નાનુભાઇએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા ડુંગરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...