અકસ્માત:કરમબેલા સ્ટેશને વૃદ્ધનું ગુડસ ટ્રેન અડફેટે મોત

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી નજીકના કરમબેલા રેલવે સ્ટેશને ગુરૂવારે સવારે ગુડસ ટ્રેનની અડફેટે ચઢેલા 60 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાથી મોત થયું હતું. પાતળો બાંધો અને રંગે શ્યામ વર્ણીય એવા મૃતકે લાલ રંગની ટીશર્ટ તથા લાલ કલરની ચડ્ડી પહેરેલી હતી જેની હજુ ઓળખ થઇ શકી નથી. પોલીસના જણાવ્યા મુજબ મૃતકનો જમણા હાથનો અંગુઠો જન્મથી જ નથી જેની અોળખ કરવા આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર ટ્રેન અડફેટે અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...