તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:વાપીમાં ટેરેસ ઉપર ચઢી આધેડનો આપઘાતનો પ્રયાસ, કેબલ ગળામાં ભેરવી નીચે કૂદવા જતાં બચાવાયો

વાપી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વાપીના હરિયાપાર્કમાં કિર્તી એપાર્ટમેન્ટમાં 52 વર્ષીય આધેડ સોમવારે રાત્રે પહોંચી પહેલાથી લઇ ત્રીજા માળ સુધી દરવાજો ખખડાવી લોકોને હેરાન કર્યા બાદ ટેરેસ ઉપર જતો રહ્યો હતો. સવારે ટીવીમાં કંઇ ન દેખાતા સ્થાનિકો ટેરેસ ઉપર કેબલ ચેક કરવા પહોંચ્યા હતા.

જ્યાં તે આધેડ કેબલના વાયરો ગળામાં ભેરવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેની જાણ પોલીસ સમન્વયને કરતા ટીમના મુકેશ ઉપાધ્યાય, જીતેન્દ્ર, અન્નુ પ્રીતિ અને મંજૂલા ત્યાં દોડી આવી આધેડ ને બિલ્ડીંગથી નીચે કૂદતા બચાવી લઇ બાધી દઇ સંબંધીઓને જાણ કરી હતી. તેની ઓળખ રાજકોટના મિતેશ ભાનુશાલી તરીકે થઇ હતી. સંબંધીના જણાવ્યુ કે, તેઓ ઘણાં સમયથી માનસિક બીમાર છે અને વાપી છરવાડામાં ભાઇના ઘરે આવવા નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો