કાર્યવાહી:મુંબઇ-અમદાવાદ હાઇવે પર ઓવર સ્પીડથી વાહન ચલાવશો તો ઇ-મેમો

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને ચારોટી પાસે ઇ-ચલણથી મેમો મળવાનું શરૂ
  • મહારાષ્ટ્ર પોલીસે કડક વલણ અપનાવતાં ગુજરાતના ચાલકો દંડાયા

મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર વાપી સહિત વલસાડ જિલ્લાના વાહનોની રોજની અવર-જવર રહે છે,પરંતુ હાલ વાપીથી મુંબઇ જતાં ગુજરાતના વાહન ચાલકોને ઓવર સ્પીડ માટે રૂ.1000ના ઇ-મેમો આપવામાં આવી રહ્યાં છે. વાપી સહિત વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરતાં વાહન ચાલકોને પોલીસ ઇ-મેમો મોકલી રહી છે,વાહન ચાલકો ઓનલાઇન દંડ ભરી રહ્યાં છે,પરંતુ હવે મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર ઓવર સ્પીડ વાહન ચલાવતાં વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતાં વાહન ચાલકોને ચારોટી પાસે ઓવર સ્પીડ ચલાવતાંને ઇ-મેમો આપવામાં આવી રહ્યાં છે. વધારે સ્પીડથી અકસ્માતો ન થાય તે માટે વાહન ચાલકોને ઓવર સ્પીડ ચલાવતાને રૂ.1000ના મેમો આપવામાં આવી રહ્યો છે. વાપીથી મહારાષ્ટ્રના મહાલક્ષ્મી,ચારોટી, મનોર સુધી મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસ મોબાઇલ વાન અને સીસીટીવી કેમેરાથી ઓવર સ્પીડ ચલાવતાં વાહન ચાલકોને ઇ-મેમો ફટકારી રહી છે.​​​​​​​

IRB નહિ પરંતુ પોલીસે અભિયાન શરૂ કર્યુ
મુંબઇથી અમદાવાદ નેશનલ હાઇવે પર મહારાષ્ટ્ર તરફ ઓવર સ્પીડના કારણે ઇ-મેમો વાહનચાલકોને ફટકારવામાં આવી રહ્યો છે. આઇઆરબીના ઉચ્ચ અધિકારી સંદીપ કરલે જણાવ્યુ હતું કે આઇઆરબી દ્વારા કોઇ ઇ-મેમો અપાતો નથી. મહારાષ્ટ્ર પોલીસ આ કામગીરી રહી છે. ચારોટી તથા આજુબાજુના વિસ્તાર સીસીટીવી કેમેરા અને મોબાઇલ વાન મહારાષ્ટ્ર પોલીસની કાર્યરત રહે છે.

ભીલાડથી વાઘલઘરા પર કડણ વલણ નહિ
ભીલાડથી વાઘલઘરા સુધીના નેશનલ હાઇવે પર ઓવર સ્પીડ કે ટ્રેકનું પાલન ન કરતાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થતી નથી. મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસ વિભાગની જેમ અહી અમલ હજુ શરૂ થયો નથી. જો કે કેટલાક સ્થળોએ ટ્રાફિક પોલીસકર્મી કે આરટીઓ હોય છે. પરંતુ કાયમી રીતે નિયમોનું પાલન ન કરતાં વાહન ચાલકો સામે કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...