વાપી ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને ફાયરે 12 કલાકે કાબૂમાં લીધા બાદ તે જ વચ્ચે જીઆઇડીસીની કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા સાડા 7 કલાકે તે કાબૂમાં આવી હતી. બંને બનાવમાં કોઇ જાનહાનિ તો થઇ ન હતી પણ માલ સામાન બળીને ખાક થઇ ગયા હતા.
વાપી ડુંગરી ફળિયા સ્થિત આઝાદ નગરમાં એક ભંગારના ગોડાઉનમાં રવિવારે મોડી રાત્રે આગ લાગ્યા બાદ આજુબાજુના ગોડાઉનો પણ તેની ચપેટમાં આવી ગયા હતા. જેને લઇ ફાયરના જવાનો દોડતા થયા હતા. ગોડાઉનોમાં પ્લાસ્ટિક અને કેમિકલ્સ હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કુલ 17 ગોડાઉનો તેની ચપેટમાં આવતા દોડધામ મચી હતી.
ફાયરના જવાનોએ 12 કલાકની જહેમતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બીજા કેસમાં મંગળવારે સાંજે વાપી જીઆઇડીસી સ્થિત વ્રજ કેમિકલ્સ કંપનીમાં ધડાકા સાથે આગ લાગતા કામદારો કંપની બહાર ભાગતા નજરે ચઢ્યા હતા.આ અંગેની જાણ ફાયરને થતા જિલ્લાભરથી જવાનો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને આગ ઉપર પાણી સાથે ફોમનો વારો ચલાવતા સાડા 7 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. ફાયરના જણાવ્યા મુજબ કંપનીમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. પણ કેમિકલ્સ અને અન્ય મશીનરીઓ આગમાં ખાક થઇ ગયા હતા. આ તમામ ગોડાઉન ગેરકાયદે હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.