રજૂઆત:કપરાડા તાલુકામાં સ્ટાફની ઘટના કારણે અનેક વિભાગો ઇન્ચાર્જથી ચાલે છે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષિક મહાસંઘ કપરાડા દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખને રજૂઆત કરાઇ

વલસાડ જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોનું મહેકમ ધરાવતો કપરાડા તાલુકો ઇન્ચાર્જ કર્મચારીઓ અને અધિકારીથી ચાલી રહ્યો છે. કપરાડા તાલુકો ધરમપુરમાથી છુટો પડયાને બે દાયકાના વહાણા વાઈ ચુકયા છે છતા સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકાના તાલુકા પંચાયતમાં મહેકમ મંજૂરીના અભાવે મોટા ભાગના વિભાગ ઈન્ચાર્જથી ચાલી રહ્યા છે.

કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખૂબ જ ટુકા સમયગાળામાં વાપી તાલુકાખાતે બદલી થઇ છે. આશરે 1480 જેટલા શિક્ષકો અને અંદાજે 40 હજાર જેટલા બાળકોની કામગીરીઓ માટે ટીપીઈઓ(તાલુકા પ્રાયમરી એજયુકેશન ઓફિસર) ઉમરગામને ઈન્ચાર્જ ટીપીઈઓનો ચાર્જ આપવામાં આવ્યો છે. બે તાલુકા મથક વચ્ચે 70 થી 80 કિલોમીટર અંતર હોય અધિકાર માટે ચાર્જ સંભાળવો મુશ્કેલ બન્યો છે.

શિક્ષણ શાખા કપરાડામાં 5 જેટલા કારકુનના મહેકમ સામે એક પણ કાયમી કારકુન નથી. કપરાડા તાલુકા શિક્ષણ શાખામાં નિયામકશ્રી ગાંધીનગરના પરિપત્ર મુજબ શિક્ષકોની શ્રૈયાન યાદી બનાવી સૌથી સિનિયર શિક્ષકને ઈન્ચાર્જ ટીપીઈઓનો ચાર્જ મળે તે માટે, મહેકમ મુજબ કારકુન મળે તે માટે તેમજ ઘણા સમયથી બાકી રહેલ ઉચ્ચતર પગાર ધોરણ એરીયસ માટે સાથે જ વધમાં પડેલાં એચટાટ શિક્ષકો જે ગુજરાત હાઇકોર્ટમાં કેસ જીતી ગયા છે.

એમને ન્યાય મળે તે માટે મૂળ શાળા પરતનો લાભ મળે તે હેતુસર શૈક્ષિક મહાસંઘ કપરાડાના અધ્યક્ષ-મહામંત્રી દ્વારા એક લેખિત રજૂઆત કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખને તેમજ શૈક્ષિક મહાસંઘ વલસાડને કરવામાં આવી છે. કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ દ્રારા જરૂર પડે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી તમામ પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી છે. જિલ્લાના 6 તાલુકામાં માત્ર ત્રણ જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે.

અન્ય સમાચારો પણ છે...