જાહેરાત:વાપીમાં આજે પીવાનું પાણી નહીં આવે, વધુ એક ભંગાણ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નપાએ 1 દિ’ પાણી-પુરવઠો બંધની જાહેરાત કરી

વાપી પાલિકાની પાણીની લાઇનમાં વધુ એક ભંગાણ થયું છે. જેથી શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે એવી પાલિકાએ જાહેરાત કરી હતી. દિવસભર લોકોએ પીવાના પાણી માટે અલગ વ્યવસ્થા કરવી પડશે. વાર વાર પાણીની લાઇનમાં ભંગાણથી પાણીનો વ્યેય થઇ રહ્યો છે.

વાપી નેશનલ હાઇવે 48 દમણગંગા મુક્તિધામ જતા સર્વિસ રોડ ઉપર 900 એમ.એમ.ડાયા GRP મુખ્ય પીવાની પાણીની પાઈપ લાઈનમાં લિકેજ હોવાથી રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જેથી વાપી નગરપાલિકા વિસ્તારમાં ચલા તેમજ ડુંગરા સહિત શહેરમાં શુક્રવારે સંપૂર્ણ પાણી પુરવઠો બંધ રહેશે. લોકોને શુક્રવારે પીવાનું પાણી મળી રહેશે નહિ.

શનિવારથી પાણી પુરવઠોે રાબેતા મુજબ ચાલશે. પાણીની લાઇનમાં વધુ ભંગાણ ન પડે તે માટે વોટર વર્કસ ચેરમેન અને પાલિકાના પદાધિકારીઓ જરૂરી સૂચનાઓ આપે તે જરૂરી છે. જો કે શુક્રવાર સાંજ સુધીમાં મરામત કામગીરી પૂર્ણ કરી દેવાશે એવું પાલિકાના સુત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...