તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:પારડી સ્મશાન માટે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી પણ દાન આવ્યું

વાપી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પારડીથી વિદેશ ગયેલા લોકો આગળ આવ્યા

પારડી સ્મશાનમાં કોરોનાકાળમાં સૌથી વધારે મૃતકોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે,ત્યારે પારડીના બીલોંગ કિલ્લા પારડીના સોશિયલ મિડિયા ગૃપના માધ્યમથી ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી પણ ઓનલાઇન દાન આવી રહ્યુ છે. પારડીના પ્રતિષ્ઠિત પરિવાર દિકરી હાલ અમેરીકા રહે છે.

સોસિયલ મિડિયામાં હાલ શહેરમાં થઇ રહેલી સ્મશાન અને ટિફિન સેવાની કામગીરીને બિરદાવી હતી. તેમણે ટ્રસ્ટના વ્યકિતઓ સાથે વાર્તાલાપ કરી સ્મશાન માટે 180101 અને જીવદયા ગૃપ ટિફિન સેવા માટે રૂ.11 હજાર આપ્યા હતાં. હાલમાં શહેરના કેટલાક યુવાનો કોરાનાકાળમાં આગળ આવી વિશેષ સેવા બજાવી રહ્યાં છે. જેની નોંધ વિદેશમાં વસતા લોકો પણ કરી રહ્યાં છે.

શહેરના અનેક લોકોએ દાન આપ્યું
પારડી સ્મશાન અને ટિફિન સેવા માટે વિદેશથી ધર્મેશ મોદીના પ્રયાસો વચ્ચે મોટુ દાન મળ્યુ હતું. આ સાથે શહેરના અનેક નાના-મોટા આગેવાનોએ સ્મશાન અને ટિફિન સેવા માટે દાન આપી રહ્યાં છે. કોરોના સંક્રમિત લોકોને સમયસર ભોજન પહોંચે તે માટે યુવાનોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. દરેક પક્ષના નેતાઓ જોડાઇ રહ્યા છે. વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો પણ આ સેવા યજ્ઞમાં સહકાર આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો