તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપીના વશી પરિવારે 75 લાખ દાન કર્યા વાપી સીનિય સિટિઝન કાઉન્સિલના પ્રમુખ અને નિવૃત શિક્ષક રમેશચંદ્ર મણીભાઈ વશી (ગામ વલવાડા)નું મહામારીમાં નિધન થયા બાદ તેમની સ્મૃતિમાં 75 લાખનું માતબર દાન સદગતના ધર્મપત્ની પુષ્પાબેન રમેશચંદ્ર વશી હસ્તક વાપીની મણીબેન નાગરજી મહેતા (વલવાડા) જનસેવા હોસ્પિટલને આપ્યું હતું. જનસેવા હોસ્પિટલના મકાનની વિંગ બી ને સ્વ.રમેશચંદ્ર મણીભાઈ વશીનું નામ આપવામાં આવ્યુ છે.
વાપી સોશિયલ ગ્રુપે સતત 90 દિવસ સુધી બે ટંકનું ભોજન પીરસ્યું હતું
વાપી સોશિયલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના 55 યુવા સભ્યોએ કોરોના કાળમાં વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં સતત 90 દિવસ સુધી સવાર અને સાંજ એમ બંને ટાઈમ જરૂરિયાત મદ લોકોને ફૂડ પેકેટ પહોંચ્યા હતા. ગ્રુપ તરફથી લોકડાઉન સમયમાં જરૂરિયાત મદ અંદાજે 1300 લોકોને રાસન કિટોનું પણ વિતરણ કર્યું હતું.
વલવાડાના દાતાએ ફંડમાં દોઢ કરોડ આપ્યા
કોરોના કાળમાં દર્દીઓની સારી રીતે સેવા થઇ શકે એ આશયથી મૂળ વાપી નજીકના વલવાડાના વતની અને હાલ મુંબઇમાં વિલે પારલે રહેતા ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર પ્રદીપભાઇ મોહનભાઇ દેસાઇ અને તેમની ધર્મ પત્ની રેખાબેન દેસાઇએ પીએમ રાહત નિધિ ફંડમાં 1 કરોડ અને રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિમાં 50 લાખની માતબર રકમ આપી હતી.
લોકડાઉનમાં ડુંગરીમાં મુસ્લિમ યુવકે 1.10 કરોડની અનાજની કીટ વહેંચી
વાપી ડુંગરી ફળિયા સાંઇનાથ કોમ્લેક્ષ ખાતે રહેતાં નસરુભાઇની ઉમંર માત્ર 37 વર્ષની છે, પરંતુ તેમની ગરીબો પ્રત્યેની ઉદારતાં અજીબ છે. લોકડાઉનમાં પરિવારોને બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યાં છે. ત્યારે નસરુભાઇએ પોતાના સ્વખર્ચે 21000 જેટલી અનાજની કીટ વહેંચી છે. લોકડાઉનમાં ગરીબ જરૂરિતાયમંદની મદદ માટે સવા કરોડ રૂપિયાનું અનાજ અને રાશનની કિટનું વિતરણ કરી માનવતા મહેંકાવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.