ચૂંટણી પરિણામ:વાપી તાલુકામાં વર્તમાન સરપંચોનો દબદબો, 4 ગામના સભ્યોમાં ટાઇ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાપી તાલુકાના 22 પૈકી 16 ગ્રામ પંચાયતના સરપંચ વિજેતા જાહેર થયા - Divya Bhaskar
વાપી તાલુકાના 22 પૈકી 16 ગ્રામ પંચાયતના સરપંચ વિજેતા જાહેર થયા
  • બેલેટ પેપરના કારણે મતગણતરી મોડી રાત્ર સુધી ચાલુ રહી, 6 ગામની ગણતરી ચાલુ

વાપી તાલુકાની 22 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ મંગળવારે પીટીસી કોલેજમાં હાથ ધરાયેલી મતગણતરીમાં મોટા ભાગે વર્તમાન સરપંચોની પેનલનો દબોદબો રહ્યો હતો. મોરાઇ,છરવાડા,બલીઠા, કોચરવા, કવાલ,રાતા સહિતના ગામોમાં વર્તમાન સરપંચની પેનલનો વિજય થયો હતો. બેલેટ પેપરથી મતગણતરીના કારણે મંગળવારે મોડી રાત્ર સુઘી મતગણતરી યથાવત ચાલી હતી. વાપી પીટીસી કોલેજમાં મંગળવારે હાથ ધરાયેલી મતગણતમાં સૌ પ્રથમ મોરાઇ ગામમાં સરપંચપદ માટે પ્રતિક રમેશ પટેલને 498 અને રાકેશ જીવણને 239 મતો મળતાં પ્રતિક પટેલનો વિજય થયો હતો.

સૌથી ચર્ચાસ્પદ છરવાડામાં યોજાયેલા ત્રિપાંખીયા જંગમાં યોગેશભાઇ પટેલને 2732 ,અશોક પટેલને 1100 અને ભાવિન પટેલને 228 મતો મળ્યા હતાં. જેમાં યોગેશભાઇ પટેલનો વિજય થયો હતો. સવારથી સાંજ સુધીમાં મોટા ભાગે વર્તમાન સરપંચની પેનલનો વિજય થયો હતો.

કવાલ ગામમાં મનોજ પટેલને 491 અને કેતન પટેલને 376 મતો મળતાં મનોજભાઇનો વિજય થયો હતો. રાતામાં નિલમ વિમલ પટેલને 946 અને નયના પટેલને 781 મતો મળતાં નિલમબેન વિજેતા બન્યા હતાં. વટાર સહિતના ગામોમાં હરિફ પેનલનો વિજય થયો હતો. મંગળવારે મોડી રાત્ર સુધી ચણોદ,છીરી, લવાછા, નામધા અને ચંડોર ગામની મતગણતરી જારી હતી.

આ સ્થળોએ ટાઇ થતાં ચિઠ્ઠી ઉછાળી

  • વટાર વોર્ડ નં-9માં સભ્યપદ માટે જયંતિ લક્ષ્મણ હળપતિ અને શશીકાંત હળપતિને એક સરખા 85-85 મતો મળ્યા હતાં. ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળતાં શીશીકાંતનો વિજય થયો હતો.
  • સલવાવ વોર્ડ નં-6માં કલાવતીબેન સંજયભાઇ હળપતિને 141 અને દક્ષાબેન દિપક પટેલને 141 મતો મળ્યા હતાં. ચિઠી ઉછાળતાં દક્ષાબેનનો વિજય થયો હતો.
  • વંકાછ વોર્ડ નં,-6માં જયમતિ મુકેશ પટેલ અને મિનાક્ષીબેન પટેલ એમ બંનને 195 મતો મળ્યા હતાં. ચિઠ્ઠી ઉછાળતાં મીનાક્ષીબેનનો વિજય થયો હતો.
  • આ ઉપરાંત મોરાઇમાં વર્તમાન સરપંચની પેનલમાં એક ઉમેદવારનો માત્ર 1 મતે પરાજય થયો હતો. સલવાવમાં પણ એક ઉમેદવાર માત્ર ચાર મતે હાર્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...