કોરોના કહેર:કોરાના દર્દીના સંપર્કમાં આવેલાં તબીબો પણ સંક્રમિતની અફવા, ક્વોરન્ટીન઼ કરાયા બાદ હજુ સેમ્પલો લેવાના બાકી

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી પોલીસ સ્ટેશનની સામે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ત્રણ જેટલા તબીબોને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. જેના કોરોના માટેના સેમ્પલો હજુ લેવાના બાકી છે, પરંતુ પારડી,વલસાડના તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની અફવા ગુરૂવારે દિવસરભર ચાલી હતી. તબીબોના વિસ્તારને સીલ કરાશે એવી ખોટી અફવા ચાલી હતી. જો કે આરોગ્ય વિભાગના મતે પોઝિટિવ દર્દીમા સંપર્કમાં આવતાં લોકોના પાંચ-છ દિવસ બાદ સેમ્પલો લેવાની ગાઇડલાઇન છે.  વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ગુરૂવાર સુધીમાં જિલ્લામાં કુલ 35 કેસો નોંધાયા છે. પરંતુ પારડી પોલીસ સ્ટેશની સામે રેનબસેરા હોટલના સંચાલકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેઓએ પારડી હોસ્પિટલ તથા અન્ય એક-બે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેના કારણે પારડી-વલસાડના કેટલાક તબીબોને પણ વલસાડની હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. જેમના સેમ્પલો પણ લેવામાં આવ્યા નથી. ત્યારે ગુરૂવારે દિવસભર વલસાડ,પારડી વિસ્તારમાં તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની અફવા ચાલી હતી. લોકોના ફોન રણકી ઉઠયા હતાં. તબીબોના રહેઠાણનાં સ્થળને સિલ કરવા સુધીની ખોટી અફવા ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...