23 વર્ષ બાદ સસ્પેન્શનનો ઓર્ડર!:બોગસ બર્થ સર્ટિફિકેટથી પોલીસમાં ભરતી થનારા દીવ PI ટંડેલને DIGPનો પોલીસ કીટ જમા કરાવી હેડક્વાર્ટ્સ ન છોડવા આદેશ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દમણ - દીવ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને હાલ દીવમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ પીઆઈએ જે તે સમયે ભરતી પ્રક્રિયામાં જ જન્મનાં પ્રમાણપત્રના બનાવટી દસ્તાવેજ રજૂ કરી નોકરી મેળવી હોવાનું તપાસમાં બહાર ખુલતા ડીઆઇજીપીએ સસ્પેન્ડનો ઓર્ડર કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ડીઆઇજીએ પોતાના સસ્પેન્સન ઓર્ડરમાં પોલીસ કિટ જમા કરાવીને દીવનું હેડકવાર્ટર ન છોડવાનો પણ આદેશ કર્યો છે.

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પોલીસ ઉપ મહાનિરિક્ષક વિક્રમજીત સિંગે દીવના ઇન્ચાર્જ PI પંકેશ ટંડેલે ભરતી પ્રક્રિયામાં બોગસ જન્મ પ્રમાણપત્ર રજૂ કરીને ઉંમર છુપાવ્યાનું તપાસમાં બહાર આવતા સસ્પેન્ડ કરાયા છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 23 વર્ષથી PSI પંકજ ટંડેલ દમણ અને દીવમાં નોકરી કરી છે. દીવ પોલીસ મથકમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા પંકેશ કલ્યાણ ટંડેલ પીઆઈની સીધી ભરતીમાં નિમણૂંક પામ્યા હતા. જોકે, એ સમયે રજૂ કરવામાં આવેલા જન્મના પ્રમાણપત્રમાં છેડછાડ કરી હતી.

ફરિયાદ થતા તપાસ બાદ સંઘપ્રદેશ દીવ- દમણ અને દાનહના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિક્રમજીતસિંહે પીઆઈ પંકેશ ટંડેલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ કીટ દીવ એસડીપીઓની ઓફીસ ખાતે જમા કરાવી ઉચ્ચ અધિકારીની મંજૂરી સિવાય પોલીસ હેડક્વાર્ટસ બહાર ન જવા આદેશ કરાયા છે. પીઆઈ પંકેશ ટંડેલ છેલ્લા 23 વર્ષથી સંઘપ્રદેશ દમણ -દીવ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યાં છે.

દમણની કોન્વેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
પીએસઆઇ પંકજ ટંડેલે દમણની કોન્વેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. વર્ષ 1985-86 માં એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી. શાળામાં તેમનો જીઆર નંબર 3283 છે, જ્યારે શાળાના જીઆરમાં તેમની જન્મ તારીખ 15 જૂન 1970 બતાવવામાં આવી છે. ચર્ચા મુજબ પોલીસ ભરતીમાં નિયત મર્યાદા કરતા તેમની આયુ વધુ હોવાથી જન્મના બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને ભરતી થયા હોવાનું સંભળાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...