તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લાની શાળાઓ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકની 1 વર્ષની ફી માફ કરશે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલક મંડળની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો

વલસાડ જીલ્લા સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલક મંડળની બેઠક પારડી વલ્લભ આશ્રમ ખાતે ગુરુવારે મળી હતી. જેમાં કોરોના થકી માતા-પિતાનું છત્ર ગુમાવનાર બાળકની એક વર્ષની ફી મંડળ સાથે જોડાયેલી સંસ્થા માફ કરશેનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં મોટા ભાગના શાળા સંચાલકો હાજર રહ્યા હતાં. આ નિર્ણયથી માતા-પિતાનું છત્ર ગુમાવનાર વિદ્યાર્થીઓને રાહત થશે. વલસાડ જીલ્લા સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલક મંડળની બેઠક પારડી ખાતે મંડળના અધ્યક્ષ કપિલ સ્વામીજીના અધ્યક્ષ સ્થાને મળી હતી.

આ બેઠકમાં મહત્તમ શાળા સંચાલકે ભાગ લીધો હતો. મંડળની વીતેલા વર્ષની કામગીરીની સમીક્ષા ઉપરાંત હવે પછીના આયોજનો ઉપર ચર્ચા વિચારણા થઇ હતી. વર્તમાન મહામારીના સમયમાં માનવતાના ધોરણે મંડળ સાથે જોડાયેલી શાળાઓ પોતાની શાળામાં અભ્યાસ કરતા બાળકોની એક વર્ષની સંપૂર્ણ ફી માફ કરશે એવો પ્રસ્તાવ મુકાતા સર્વે સંચાલક મંડળે તેને ટેકો આપ્યો હતો. આ લાભ મેળવવા જે તે બાળકના પાલક (વાલી) અે અરજી સાથે માતા-પિતાનો મરણનો દાખલો રજુ કરવાનો રહેશે.

આમ વલસાડ જીલ્લા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ સંચાલક મંડળ દ્વારા મહામારીના સમયમાં માતા-પિતાનું છત્ર ગુમવનાર બાળકનું શિક્ષણ અટકી ન પડે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો હતો જે આવકાર દાયક બની રહ્યો છે.આ નિર્ણયથી માતા-પિતાનું છત્ર ગુમાવનાર વિદ્યાર્થીઓને રાહત થશે.

ખાનગી શાળાઓ ફી માફીની જાહેરાત કરે
જીલ્લા સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલક મંડળની બેઠકમાં માતા-પિતા વિનાના બાળકની ફી માફીની જાહેરાતને વાલીઓ બિરદાવી રહ્યા છે, આ સાથે વાલીઓએ જણાવ્યું હતું કે સેકન્ડ વેવમાં પણ લોકોના ધંધા-રોજગાર બંધ રહ્યા હતાં. વાલીઓની આર્થિક હાલત અતિશય કફોડી છે. આવા સમયે ખાનગી શાળાઓએ ફીમાં રાહત આપવી જોઇએ.જેથી વાલીઓને થોડી રાહત મળી શકે.

અન્ય સમાચારો પણ છે...