વાપી પાલિકાના ડમ્પિંગ યાર્ડના મોટા વાહનોથી પાણીની લાઇનમાં ભંગાણની ફરિયાદો વધુ આવી રહોવાની નામધાના અરજદારે પાલિકા અને કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોટા વાહનોના કારણે પાણીની લાઇનમા વાર વાર તુટી રહી હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.
વાપીના નામધા ચંડોરના નારાણભાઇ ડાયાભાઇ પટેલે વાપી પાલિકા અને કલેકટરમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે વાપી પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં લઇ જતો ધનકચરો જે મોટાવાહનો જેવા કે હાઇવા પ્રસાર થાય છે. તેના દ્વારા ચંડોર ગામના રહેવાસીઓના પીવાના પાણીની પાઇપ લાઇન તોડી નાંખી છે. હેમંતભાઇ ગોવિંદભાઇ પટેલના ઘરપાસે નામધા,નારણભાઇ ડાયાભાઇ પટેલના ઘર પાસે ચંડોર, ઇશ્વરભાઇ ભાણાભાઇ પટેલના ઘર પાસે ચંડોર, નાનુભાઇ છીબાભાઇ આહિરના ઘર પાસે ચંડોર,શંકરભાઇ પ્રેમલાભાઇ પટેલના ઘર પાસે પીવાના પાણીની લાઇન તોડી નાખવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા ચારથી પાંચ વખત રીપેરિંગ કરાવી છે. આ બનાવ મોટા વાહનો અવર જવરથી બનતાં રહે છે. વાહનો વધારે સ્પીડમાં જાય છે. જે વાહનો દ્વારા મોટા પથ્થરો ઉડી રહ્યાં છે. બે નાના ભુલકાઓ માટે આંગણવાડી આવેલી છે. ચંડોર ભંડારવાડ, ચંડોર મોટી કોળીવાડના નાના બાળકોની અવર-જવર રહે છે. જેથી વાલીઓનાં ભયનો માહોલ સર્જાયો છે. હાઇવા ડ્રાઇવરોને પણ મૌખિક રજૂઆત કરવા છતાં વાહનો ધીમે હંકારતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.