તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:વાપી CETPમાં સોલારથી 50 મેટ્રિક ટન સ્લજનો નિકાલ

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન એન્વાયરોના સ્લજ ડ્રાઇંગ સિસ્ટમના 11 કરોડના પ્રોજેક્ટથી ઉદ્યોગોને રાહત થશે, સ્લજને સોલિડ વેસ્ટ સાઇડ નહીં લઇ જવુ પડશે

વાપી ગ્રીન એન્વાયરો કંપની લિ.માં સીઓ અને સીએફઓના અભાવે ચૂંટાયેલા ડિરેકટરો વહીવટ ચલાવી રહ્યાં છે. ત્યારે 11 કરોડના ખર્ચે સીઇટીપીમાં સોલાર સ્લજ ડ્રાઇંગ સિસ્ટમથી 50 મેટ્રિક ટન સ્લજનો નિકાલ થઇ તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. શનિવારે જીપીસીબી ચેરમેન સંજીવ કુમારના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. ગ્રીન અેન્વાયરોના ડિરેકટર ચેતન પટેલે જણાવ્યુ હતું કેવાપીના ઉદ્યોગકારો માટે આ સિસ્ટમ હવે સોલિડ વેસ્ટના નિકાલ માટે ઉપયોગી સાબિત થશે.

સરળતાથી સ્લજનો ઝડપથી નિકાલ થઇ શકશે. પહેલા કરતાં હવે સમગ્ર સિસ્ટમ સ્લજની બદલી રહી છે. સીઇટીપીને આધુનિક બનાવાના પ્રયાસો સતત ચાલી રહ્યાં છે. જીપીસીબીના ચેરમેન સંજીવકુમારે સીઇટીપીની મુલાકાતે આવ્યા ત્યારે વીજીઇએલના ડાયરેકટરોએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.

તેમની સાથે જીપીસીબીના મેમ્બર સેક્રેટરી એ.વી.શાહ તથા જીપીસીબીના યુનિટ હેડ તાબાણી પારડી ધારાસભ્ય તેમજ વીજીઇએલના ડાયરેકટર કનુભાઇ દેસાઇ વીજીઇએલના ડાયરેકટર ચેતનભાઇ પટેલ, એસ.એસ. સરના, મગનભાઇ સાવલિયા, મહેશભાઇ પંડયા, વીઆઇએના પ્રમુખ કમલેશભાઇ પટેલ, સેક્રેટરી સતિષભાઇ પટેલ, વીઆઇએના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઇ ભદ્રા ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે વાપી જીપીસીબી તેમજ વીજીઇએલના અધિકારીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.જોકે, કોચરવામાં સોલિડ વેસ્ટ સાઇડના પ્રોજેક્ટમાં બૂલેટ ટ્રેન પસાર થવાથી હવે આ જગ્યા બદલવી પડશે. આ માટે ગ્રીન એન્વાયરોના ડિરેક્ટરોએ ફરીથી આ પ્રોજેક્ટને આગળ લઇ જવા મથામણ કરવી પડશે.

વાપી સીઇટીપીમાં સ્લજના નિકાલ માટે આધુનિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. 50 ટન મેટ્રિક સ્લજનો નિકાલ થઇ શકે તેવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. પહેલા સ્લજને સોલિડ વેસ્ટ સાઇડ લઇ જવામાં આવતુ હતું. પરંતુ હવે અહીં જ સ્લજનો નિકાલ કરવામાં આ‌વશે. ગ્રીન એન્વાયરો દ્વારા 11 કરોડના ખર્ચે આ ટેક્નોલોજી શરૂ કરવામાં આવતા ઉદ્યોગોને રાહત થશે.

ઉદ્યોગોનો વધારાનો સ્લજ અહી એકત્ર થઇ શકશે
વાપી ગ્રીન એન્વાયરોના ડિરેકટર ચેતન પટેલ અને મહેશ પંડયાએ જણાવ્યું હતું કે 11 કરોડના પ્રોજેકટથી ઉદ્યોગોને રાહત થશે. સોલર સેકન્ડરી ટ્રીટમેન્ટ થયા બાદ ફિલ્ટર કર્યા પછી સ્લજ છૂટો પડશએ. સોલર સ્લજ ડ્રોઇંઝ ચુકાવામાં ગરમીના કારણે ભેજ નહિ રહે. આ સ્લજને બાળવાની ક્ષમતા 2500 સીવી કરતાં વધારે છે.

જેથી કોલસાની સાથે મિક્ષ કરીને બોલઇરમાં વપરાશમાં લેવામાં આવશે. અત્યાર સુધીમાં સ્લજને સોલિડ વેસ્ટ સાઇટ પર મોકલામાં આવતો હતો. હવે મોકલામાં આવશે નહિ. અહી જ વપરાશે. સ્લજનો જથ્થો ઓછો થઇ જશે. ઉદ્યોગોનો વધારાનો સોલિડ વેસ્ટ અહી સ્ટોર કરી શકશે. વાહન-વ્યવહાર ખર્ચ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...