તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:કોંગ્રેસની કારોબારીમાં વાપી પાલિકા કબજે કરવા અંગે ચર્ચા

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબુત કરવા આહ્વાન કરાયું

વાપી પાલિકાની સામાન્ય ચૂંટણીને હવે માત્ર બે માસ બાકી છે. ત્યારે કોંગ્રેસે આ ચૂંટણીમાં ઝંપલાવવા અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. સોમવારે શહેર-તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠકમાં સંગઠનને વધુ મજબુત બનાવવા તથા વાપી પાલિકાની ચૂંટણીમાં સારો દેખાવ કરવા અંગેની ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ,જિલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતાં. વાપી શહેર કોંગ્રેસ સમિતી અને વાપી તાલુકા સમિતી દ્વારા સોમવારે માધવ હોટેલમાં કોરોબારી બેઠક મળી હતી.

ખાસ કરીને આ કારોબારી બેઠકમાં આવનારી વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી 2021 ના અંતર્ગત અને વાપી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠનને મજબૂત કરી આવનારી વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો પાલિકામાં કબજો કરે તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ,વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશભાઈ વશી,વાપી નગરપાલિકાના વિરોધપક્ષ નેતા ખંડુભાઈ પટેલવાપી નગરપાલિકાનાં સભ્ય, પીરૂ મકરાણી, વાપી તાલુકા પ્રમુખ રમેશ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી આશાબેન દુબે, અજય શાહ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. વાપી પાલિકાની ચૂંટણીને હજુ બે માસ જેટલો સમય બાકી છે. ત્યારે અત્યારથી રાજકીય માહોલમાં ગરમાટો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...