બેઠક:કપરાડાના 4 ગામને સંઘપ્રદેશમાં જોડવા મુદ્દે આજે કાઉન્સિલમાં ચર્ચા

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળશે

કપરાડાના 4 ગામોના સંઘપ્રદેશમાં જોડવા અંગે ભારે વિરોધ સ્થાનિકોએ નોધાવ્યો હતો. ત્યારે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં વેસ્ટન ઝોનલ કાઉન્સિલની બેઠક દીવ ખાતે મળશે. જેમાં કપરાડાના 4 ગામોને સંઘપ્રદેશમાં જોડવા અંગે ચર્ચા કરવામાં આવશે.

દેશના પશ્રિમ રાજ્યોની આંતરિખ અને કેન્દ્ર સાથેના પ્રશ્નોના મુદે શનિવારે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક સંઘપ્રદેશના દીવમાં મળશે.ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં આંતરરાજ્ય સરહદ,સુરક્ષા તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ, ઈન્ડસ્ટ્રીઝ, પાણી તેમજ વીજ પુરવઠા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરે તેવી શક્યતા છે.

અમિત શાહ દીવ-દમણ તેમજ દાદરા નગર હવેલીની રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા ભાજપના હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે. ઉપરાંત પર્યટકોને આકર્ષવા પ્રશાસન દ્વારા મ્યુઝિયમમાં રૂપાંતરિત કરાયેલ આઈએનએસ કુખરીને પણ ખુલ્લું મુકશે. કપરાડાના ચાર ગામોને સંઘપ્રદેશમાં જોડવા અંગે પણ કાઉન્સિલમાં ચર્ચા થશે.

લાંબા સમયથી કપરાડાના ચાર ગામોને સંઘપ્રદેશમાં ભેળવવા અંગેની પ્રક્રિયા ચાલુ રહી છે, પરંતુ સંઘપ્રદેશ પ્રશાસન અને ગુજરાત સરકાર દ્વારા વિધિવત કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જેથી દીવની બેઠકમાં વલસાડ જિલ્લાના ચાર ગામોને સંઘપ્રદેશમાં ભેળવવા અંગે ચર્ચા થશે કે નહિ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...