પાલિકાની નોટિસ માત્ર ઓપચારિક:વાપીમાં નોટિસ બાદ પણ જર્જરિત મકાનો દુર ન થયા

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસામાં પવન, વરસાદ કે ભૂકંપના આંચકા દરમિયાન કોઈ મોટી જાનહાની ન થાય તે માટે વાપી નગરપાલિકા દ્વારા એક સરવે કર્યો હતો જેમાં 48થી વધુ જર્જરિત મકાનોના માલિકોને ઇમારતો ખાલી કરવા નોટિસ પાઠવામાં આવી હતી. પરંતુ આ નોટિસ બાદ કોઇ કાર્યવાહી થઇ નથી. જેથી ચોમાસામાં જર્જરિત મકાનો પડવાની ઘટનામાં નિદોર્ષ લોકો ભોગ બને તેવી સંભાવના વધી છે.

વાપીમાં ચોમાસા પહેલા કેટલાક જર્જરિત મકાનોના બાંધકામ દૂર કરવા અંગે પાલિકાની ટીમે એક સરવે કર્યો હતો.ચોમાસામાં મોટી દુર્ઘટના ન બને તે માટે 46 જેટલા જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવી છે. જેમાંથી કેટલાક મકાનના માલિકોઓએ સહકાર આપી અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે. કેટલાક જર્જરિત મકાનો હજુ જોવા મળી રહ્યાં છે.

ચોમાસામાં મોટી ઘટના બનવાની સંભાવના રહે છે. જેથી પાલિકાની ટીમ જર્જરિત મકાનો ખાલી કરાવવા તથા રિપેર કરાવવા મથામણ કરી રહી છે. પરંતુ જયાં સુધી પાલિકા કડક કાર્યવાહી નહી કરે ત્યાં સુધી નોટિસો માત્ર કાગળ પર રહી જવાની છે.

અન્ય સમાચારો પણ છે...