તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોના મહામારીને લઇ DIAની ચૂંટણી મુલતવી રખાવામાં આવી, સરકારી ગાઇડ લાઇનનો અમલ કરવા અનુરોધ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA) દ્વારા સોમનાથ સ્થિત મુખ્ય કાર્યાલય ખાતે વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં આગામી 41મી વાર્ષિક સામાન્ય સભા (AGM) અને નવા પ્રમુખ માટેની ચૂંટણીને મુલત્વી રાખવા મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠકમાં કોરોના મહામારીને લઇ આગામી ચૂંટણીને પાછી ઠેલવવાનો નિર્ણય લેવાયો હતો. દરેક ઉદ્યોગપતિને મહામારીમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરે તેવો અનુરોધ કરાયો હતો.

કોરોના મહામારીને ધ્યાને રાખી આયોજન હાલ મુલતવી રાખવામાં આવ્યું છે
દમણમાં સોમનાથ ઔદ્યોગિક વસાહતમાં આવેલી દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA)ના કમિટી મેમ્બરોની બેઠકનું આયોજન DIA કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ સાથે આયોજિત બેઠકમાં DIA પ્રમુખ અને સેક્રેટરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાવાની હતી અને તે બાદ ચૂંટણીનું આયોજન હતું, પરંતુ કોરોના મહામારીને ધ્યાને રાખી આયોજન હાલ મુલતવી રાખવામાં આવ્યું છે. મોટાભાગના ઉદ્યોગપતિઓ મુંબઈ રહેતા હોવાથી હાલ તેઓ આવી શકતા નથી. જેને લઈને 41મી AGM અને પ્રમુખની ચૂંટણીને મુલત્વી રાખવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય બનતા સભ્યોને જાણકારી આપી AGM અને ચૂંટણીનું આયોજન કરાશે. DIAમાં આગામી 26મી ઓગસ્ટના રોજ AGM (વાર્ષિક સામાન્ય સભા) અને ચૂંટણી યોજવાની હતી.

અન્ય સમાચારો પણ છે...