તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન દર્શન:વાપી-વલસાડમાં ભક્તોએ જગન્નાથજી રથયાત્રાના ઓનલાઈન દર્શન કર્યાં

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાપી - Divya Bhaskar
વાપી
  • કોવિડ ગાઈડલાઈન મુજબ સાદાઈથી રથયાત્રા સંપન્ન કરવામાં આવી

વાપી અને વલસાડ શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથની રથયાત્રાની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ રથયાત્રાની પૂજા-અર્ચના,મહાઆરતી કરવામાં આવી હતી. ભકતોએ ભગવાનના દર્શન ઓનલાઇન કર્યા હતાં. વાપી નજીક છરવાડા ખોડિયાર મંદિરમાં અષાઢી બીજ દિને જગન્નાથ ભગવાન ની સ્થાપના કરી પૂજાઅર્ચ ના અને આરતી કરવામાં આવી હતી.કોરોના મહામારીના કારણે સાદગી પૂર્ણ રીતે ભક્તોની ઓછી સંખ્યામાં ઉજવણી કરાઈ હતી.આ વર્ષે કોરોના ની મહામારીના કારણે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવા માં આવી ન હતી.

વલસાડ
વલસાડ
સેલવાસ
સેલવાસ

વાપી નજીક કોપરલી સ્થિત ઇસ્કોન મંદિરમાં દર વર્ષે જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરાઇ છે.પરંતુ કોરોના મહામારીનાં કારણે આ વખતે જગન્નાથ ભગવાનની ભકતો ઓનલાઇન દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો. સવારે જગન્નાથ ભગવાનની પૂજાઅર્ચના મહાઆરતી કરાઈ હતી. જગન્નાથ ભગવાનને રથમાં બેસાડી પૂજાઅર્ચના કરી માત્ર મંદિરનાં પટાંગણમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.આમ કોરોના મહામારીનાં કારણે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી જગન્નાથ ભગવાનનો ઉત્સવની ઉજવણી કરી હતી.

દાનહના સાયલી ગામે રથયાત્રા નીકળી
દાનહના સાયલી ગામે જગન્નાથ ભગવાન મંદિર પરિસરમા સિમિત લોકોની હાજરીમા રથયાત્રા કાઢી હતી. સીમિત લોકોની હાજરીમા જ મંદિર પરિસરમા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાભાઈ બલરામની રથયાત્રા નીકળી હતી.આ વર્ષે જે લોકોએ જગન્નાથ ભગવાનના દર્શન માટે ફરજીયાત કોવીડ-19ના નિયમોનુ ધ્યાન રાખવાનુ રહેશે સામાજિક અંતરનુ ખાસ ધ્યાન રાખવામા આવશે અને થર્મલ મશીન દ્વારા ચકાસણી કરવામા આવશે.આ યાત્રા બાદ દસ દિવસ સુધી પૂજા અર્ચના બાદ ફરી મંદિરમા મૂર્તિને પરત સ્થાપિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...