તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર દ્વારા કાર્યવાહી:વાપી ચણોદમાં દુકાનમાં સામાજિક અંતર ન જળવાતા 10 વેપારી સામે અટકાયતી કાર્યવાહી

વાપી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણ વધે એ રીતે દુકાનમાં 4થી વધુ માણસોની ભીડ જમા હતી

જિલ્લામાં કોરોના કેસમાં અચાનક વધારો આવ્યો છે ત્યારે સંક્રમણને અટકાવવા માટે અને લોકો કોવિડની ગાઇડલાઇનનું પાલન કરે એ આશયથી તંત્ર દ્વારા પણ સખત કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે વાપી ડુંગરા પોલીસે ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે કામગીરી હાથ ધરીને નિયમનો ભંગ કરવા બદલ 10 વેપારીની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે, હજુ પણ શોપિંગ મોલ અને બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે જે કોરોના માટે આવનારા દિવસોમાં સુપર સ્પ્રેડર સાબિત થઇ શકે એમ છે.

ચાલુ એપ્રિલ માસમાં પ્રથમ ચાર દિવસમાં જ સરેરાશ 20 કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે આ ઉપરાંત પડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે એવા સંજોગમાં વલસાડ જિલ્લામાં આવનારા દિવસોમાં ભયાવહ સ્થિતિનું નિર્માણ ન થાય એ માટે તંત્રએ કોવિડ ગાઇડ લાઇનનો સખતાઇથી અમલ કરવા માટે આદેશ આપ્યા છે. રવિવારે ડુંગરા પોલીસે ચણોદ સ્થિત શીવ મંદિર આવેલા બજાર અને ડુંગરી ફળિયા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી.

ખાસ કરીને દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા સાથે ભીડ જોવા મળતા વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી. ડુંગરા પોલીસે 10 વેપારી સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આઇપીસી 188 મુજબ કાર્યવાહી કરીને અટકાયત કરી હતી. જ્યારે વાપીના ગુંજન અને ટાઉન વિસ્તારમાં આવેલા બજારોમાં મોડી સાંજથી લોકોની ભીડ દુકાન અને માર્કેટોમાં જોવા મળી રહી છે.

વલસાડ વેપારી એસોસીએશન દ્વારા 15મી એપ્રિલ સુધી રાત્રીના 8 વાગ્યે દુકાન બંધ કરવાનું આપેલુ ફરમાનના પણ ધજાગરા ઉડી ગયા હતાં. વાપીમાં મોડી રાત સુધી દુકાનો અને ખાણીપીણીના સ્ટોલ ધમધમતા જોવા મળ્યા હતાં.

આ વેપારીની અટકાયત કરવામાં આવી
જતિન મુકેશ પટેલ રહે. નાની તંબાડી, વિશ્રામ ફળિયા2 મોનીલ કિશોરભાઇ પટેલ રહે. બાલાજી મંદિરની બાજુમાં આમલી, સેલવાસ 3 શાહિલ શૈલેશભાઇ પટેલ રહે. તંબાડી, વડિયા ફળિયા 4 બાદલ દુર્ગાપ્રસાદ સોનકર રહે. શ્રીજી એપાર્ટમેન્ટ, ભડકમોરા -વાપી 5 શીવરાજસિંગ ભવાનસિંગ ચાવડા રહે. અરિહંત બિલ્ડિંગ, ચણોદ 6 દિનેશ નારણભાઇ ડાંગી રહે. બાલાક્રિષ્ના બિલ્ડિંગ, ચણોદ 7 કાનારામ હિંમતરામ માલી રહે. ચણોદ ગ્રામ પંચાયત સામે 8 જમીલ રૂઆબખાન રહે. ડુંગરી ફળિયા -વાપી 9 નદીમ નુરહશન કુરેશી રહે. રીમા કોમ્પલેક્સ, ડુંગરી ફળિયા -વાપી 10 સમીરઉલ્લા અબ્દુલ શાહ રહે. મીલ્લતનગર, ડુંગરી ફળિયા -વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો