NCBની કામગીરી:વાપીની એક કંપનીમાંથી 68 કિલો નશીલા પદાર્થ સાથે 4ની અટકાયત

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક અઠવાડિયાથી NCBની ટીમ વોચ રાખી રહી હતી

વાપી જીઆઇડીસીની એક કંપનીમાં ગેરકાયદે નશીલા પદાર્થ બનતા હોવાની માહિતી એનસીબીને મળતા છેલ્લા એક અઠવાડિયાથી તેમની ટીમ વાપીમાં વોચ રાખી રહી હતી. રવિવારે એનસીબીની ટીમે 68 કિલો નશીલા પદાર્થ સાથે 4 લોકો સામે અટકાયતી પગલા લઇ કંપનીને સીલ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીનાં આધારે NCBએ કંપનીમાં દરોડો પાડયો
એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ની ટીમને બાતમી મળી હતી કે, વાપી જીઆઇડીસીમાં એક કંપની દ્વારા લેબની અંદર ગેરકાયદે રીતે નશીલો પદાર્થ બનાવવામાં આવે છે. જેથી તેમની ટીમ છેલ્લા એક અઠવાડિયાથી વાપી વિસ્તારમાં વોચ રાખી રહી હતી. રવિવારે ચોક્કસ બાતમીના આધારે વાપી જીઆઇડીસીની એક કંપનીમાં રેઇડ કરતા લેબની અંદર બનાવતા ગેરકાયદે 68 કિલો નશીલા પદાર્થ મળી આવ્યા હતા. જેમાં એનસીબીએ 4 લોકોની અટકાયત કરી છે.

એનસીબીની ટીમે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
જ્યારે કંપનીમાંથી નશીલા પદાર્થ સાથે તેના ઉત્પાદન માટેનું કેમિકલ સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. કંપનીને સીલ કર્યા બાદ એક અધિકારીએ જણાવ્યું છે કે, ઝડપાયેલ નશીલા પદાર્થ અલ્પ્રાઝોલમ કે નોર્ડાઝેપામ હોવાની શક્યતા છે. જેની વધુ તપાસ એનસીબીની ટીમે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...