ઘોર બેદરકારી:મંત્રીએ સો.મીડિયાથી ફરિયાદો મંગાવવા છતાં પણ વાપીના રસ્તાની મરામતના ઠેકાણા નથી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ખખડધજ થયેલા ધૂળિયા માર્ગોથી શહેરીજનો તોબા
  • પીડબલ્યુડી, નગરપાલિકા, નેશનલ હાઇવે ઓથોરિટી કામગીરી કરવામાં નિષ્ફળ

વાપી શહેર-ગ્રામ્યને જોડતા રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે ધુળિયા માર્ગો પરથી પસાર થતાં હજારો લોકો તોબા પોકારી રહ્યાં છે. દિવાળી નજીક આવી છે,આમ છતાં માર્ગોની હાલત જૈસે થે જેવી જોવા મળી રહી છે. રાજયના માર્ગ-મકાન અને વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીએ ખરાબ માર્ગો માટે સોસિયલ મીડિયાથી ફરિયાદો મંગાવી હતી, વાપીમાંથી અનેક ફરિયાદ છતાં હજુ સ્થિતિ યથાવત છે.

કયા-કયા માર્ગોની હાલત અતિશય ખરાબ
વાપી-કોપરલીથી છીરી તરફનો માર્ગ, વાપી ચાર રસ્તાથી ચણોદ સુધીનો માર્ગ ,ચણોદથી મોટાપોંઢા સુધીનો માર્ગ, વાપી ફલાય ઓવરબ્રિજ પર ગાબડા, શહેર અને ગ્રામ્યને જોડતા માર્ગોની હાલત અતિ બિસ્માર છે. મરામત કામગીરી ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ માર્ગોની સ્થિતિમાં હજુ ફેરફાર જોવા મ‌ળતો નથી.

નવા માર્ગોને મંજુરી ન મળતાં આ સ્થિતિનું રટણ
વાપી શહેરને જોડતા ખરાબ માર્ગો અંગે અધિકારીઓના મતે નેશનલ હાઇવે જાહેર કરાયા છે, પરંતુ ટકાઉ માર્ગ બનાવવા અંગે મંજુરી મળી નથી,જેથી પેચવર્ક મારીને કામગીરી દર વર્ષે ચલાવવી પડે છે. દર વર્ષે રસ્તા ખરાબ થઇ રહ્યાં છે. સિમેન્ટ ક્રોકિટ જેવા ટકાઉ માર્ગ બનાવામાં આવે તો આ સ્થિતિનું નિર્માણ થઇ શકે નહિ. આ સરકારની મંજુરીનો મુદો છે. ટકાઉ બનાવવા સ્થાનિક સાંસદ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે તે જરૂરી છે.

જનપ્રતિનિધિઓ આગળ આવે તેવી માગ ઉઠી
વાપીના મુખ્ય રસ્તાઓની હાલત કથળતાં લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. જેથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ માટે આગળ આવી સરકારમાં ઉગ્ર રજૂઆત કરે તે જરૂરી છે. દર વર્ષે ચોમાસા બાદ આ સ્થિતિ રહે છે.

અન્ય સમાચારો પણ છે...