મધુબન ડેમ છલોછલ:છેલ્લા 10 વર્ષમાં ચાલુ વર્ષે સૌથી ઓછો વરસાદ છતાં દાનહ, વાપી, દમણમાં પાણીની ઘટ નહિ પડે

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગોને સિંચાઇ અને પીવાનું પાણી ડેમમાંથી મળતુ રહેશે, 1 ઓક્ટોબરે ડેમની સપાટી 79.94 સુધી પહોંચાડવાની યોજના

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં દર વર્ષે વધુ વરસાદ પડે છે, પરંતુ છેલ્લા દશ વર્ષની તુલનાએ આ વર્ષે સંઘપ્રદેશમાં વરસાદ ખુબ ઓછો પડયો છે. આમ છતાં પણ મધુબન ડેમમાં જળસંગ્રહના કારણે દાનહ,દમણ,વાપીમાં પાણીની ઘટ પડવાની સંભાવના નહિવત છે. મધુડેમનું જળ સ્તર 76 મીટરને પાર પહોંચ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેમમાં એક સપ્ટેમ્બર સુધી 76 મીટર,15 સપ્ટેમ્બર સુધી 78 મીટર સુધી પાણી સંગ્રહની યોજના બનાવવામાં આવી છે. 1 ઓક્ટોબર સુધી મધુબન ડેમમાં 80 મીટર ઉંચાઇ સુધી પાણી સંગ્રહની યોજના છે.

સેલવાસ શહેરમાં અત્યાર સુધીમાં 1342 અને ખાનવેલમાં 1654 મીમી વરસાદ થયો છે. જે દશ વર્ષમાં સૌથી ઓછો પડયો છે. ગત વર્ષોમાં 2015માં સૌથી ઓછો 1700 એમએમ વરસાદ થયો હતો. જેના કારણે ડેમમાં પાણી સંગ્રહની મુશ્કેલી ઊભી થઇ હતી. આ વર્ષે પણ ડેમમાં પાણી સંગ્રહના કારણે સિંચાઇ અને હાઇડ્રો પાવર માટે મુશ્કેલી પડશે નહિ. ડેમમાં હાઇડ્રો પાવરથી પ્રતિદિન 5.6 મેગાવોટ વિજળી ઉત્પન્ન થાય છે. આમ ઓછા વરસાદ છતાં પણ પાણીની અછત ઊભી થશે નહિં. ખેડૂતોને પિયતનું પાણી અને શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી પડશે નહીં.

વાપી અને પારડીના 78 ગામોને મધુબન ડેમમાંથી પાણી મળે છે
મધુડેમાંથી ગુજરાતમાં 40 એમએલડી,દાનહમાં 12.75 એમજીડી તથા દમણમાં 5.25 એમજીડી પાણી આપવામાં આવે છે. વાપી,પારડીના 78 ગામ ઉમરગામના 37 ગામ તથા કપરાડાના 5 ગામોમાં સિંચાઇનું પાણી મધુબન ડેમ પર આધારિત છે. ડેમમાં પાણીથી ગુજરાતના 41023 હેકટર અને દાનહમાં 7044 હેક્ટર તથા દમણના 3071 હેકટર ક્ષેત્રમાં પાણી મ‌ળતુ રહે છે.

મધુબન ડેમની જળ સંગ્રહની યોજના
તારીખસપાટી મી.
15 ઓગષ્ટ72
1 સપ્ટેમ્બર74.81
15 સપ્ટેમ્બર77.87
1 ઓક્ટોબર79.94
અન્ય સમાચારો પણ છે...