તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનાલિસિસ:જિલ્લામાં દર વર્ષે સેફ્ટી વિક ઉજવાય છતાં એક દાયકામાં ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતમાં 185 કામદારે જીવ ગુમાવ્યાં

વાપી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી સહિત જિલ્લાભરના ઉદ્યોગોમાં અકસ્માતો ઘટતા નથી
  • ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત સમયે ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષા બાબતે બેદરકારી

દેશમાં મોટી જીઆઇડીસી તરીકે વાપીની ગણતરી થાય છે. હાલ વાપી,સરીગામ,ઉમરગામ સહિત જિલ્લાભરના ઉદ્યોગોમાં 4થી 10 માર્ચ સુધી સેફટી વિકની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ જિલ્લામાં સરકારી રેકોર્ડ મુજબ છેલ્લા એક દાયકામાં ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતમાં 185 કામદારોનાં મોત થયા છે. સેફટી વિકની ઉજવણી બાદ પણ આ અકસ્માતો અટકતાં નથી. જેથી સે‌ફટી વિકની ઉજવણીના કાર્યક્રમો માત્રને માત્ર ઔપચારિક બની રહ્યાં છે. જિલ્લામાં સૌથી વધુ ઉદ્યોગો વાપીમાં આવેલાં છે. આ સાથે સરીગામ,ઉમરગામ,ગુંદલાવ અને પારડીમાં પણ ઉદ્યોગો કાર્યરત છે.

પરંતુ પ્રાણઘાતક અકસ્માત સમયે કામદારોની સુરક્ષાનો પ્રશ્ન કાયમ ઉઠે છે. જિલ્લાના ઉદ્યોગોમાં સરેરાશ દર વર્ષે 20 કામદારો અકસ્માતનો ભોગ બને છે. જયારે 200થી વધુ કામદારોને ઇજા પહોંચે છે. અકસ્માતોમાં વધુ કામદારોનો ભોગ ન લેવાઇ તે માટે સેફટી વિકમાં કામદારોને વિશેષ માગદર્શન આપવામાં આવે છે,આમ છતાં પણ ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતનો સિલસિલો યથાવત રહે છે. છેલ્લા 10 વર્ષમાં (એક દાયકમાં) 177 પ્રાણઘાતક અકસ્માતો ઉદ્યોગોમાં થયાં છે. જેમાં કુલ 185 કામદારોના જીવ ગયાં છે. ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત અટકાવવા હજુ પુરતી સફળતા મળી નથી.

છેલ્લા 10 વર્ષમાં થયેલા અકસ્માતમાં કેટલા કામદારો મોતને ભેટયા

વર્ષપ્રાણઘાતક અકસ્માતોમૃત્યુની સંખ્યાકોર્ટ કેસ
2011222222
2012121312
2013181918
2014141412
2015101010
2016181915
2017232419
2018222416
2019181917
2020202119

ફેક્ટરી અકેટ હેઠળ 19 કંપની સામે કેસ
વલસાડ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ફેક્ટરીઇન્સ્પેક્ટરની કચેરી દ્વારા માનવ હતાહત તેમજ ઔદ્યોગિક સલામતી અને સુરક્ષાના મુદ્દે 19 જેટલા ફોજદારી કેસો કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે અમુક કેસોમાં કંપની અને કામદારો વચ્ચે સમાધાન થઇ જવાના પણ બનાવો બને છે. જેના કારણે કોર્ટ કેસ સુધી મામલો પહોંચતો નથી.

વર્ષ 2020માં 21 કામદારે જીવ ગુમાવ્યાં
2020માં બે મોટી દુર્ધટના બની હતી. જેમાં વાપીની વાઇટલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં 2 કામદારોમા મોત તથા 5 કામદારોને ઇજા પહોંચી હતી. અન્ય ઘટનામાં ઉમરગામની અપાર ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ કટિંગ દરમિયામ ભડકાના કારણે એક કામદારનું મોત તથા 3ને ઇજા થઇ હતી. 2020માં એક કામદાર બાંધકામ સાઇટ પરથી પડી જવાથી પણ મોતને ભેટયો હતો. આમ સમગ્ર વર્ષમાં કુલ 21 કામદારોએ જીવ ગુમાવ્યા હતાં.

સેફટી વિકમાં તમામ પાસા આવરી લેવાશે
સેન્ટલ ઓફ એકસીલન્ટ ખાતે થોડા સમય પહેલા યોજાયેલા કાર્યક્રમમાં કામદારોને માગદર્શન આપવામાં આવ્યુ હતું. સેફટી વિકમા મેજર અને ભયજનક એકમોમાં મોકડ્રીલ ,તેમના એકમોમાં વપરાતા કેમિકલો માટે ઇમરજન્સીમાં સાવચેતી સહિત તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે. પોસ્ટર અને ડ્રોઇંગ સ્પર્ધાંમાં કામદારો અને તેમના પરિવારજનોને પણ જોડવમાં આવે છે. > ડી.કે.વસાવા, સેફટી એન્ડ હેલ્થ ડાયરેક્ટર,વલસાડજિલ્લા

અન્ય સમાચારો પણ છે...