ફરિયાદ / તીઘરાના ઇન્ચાર્જ સરપંચને ચાર સંતાન મુદ્દે દૂર કરવા માગ

Demand to remove the sarpanch in charge of Tighra on the issue of four children
X
Demand to remove the sarpanch in charge of Tighra on the issue of four children

  • માજી સરપંચે પુરાવા સાથે TDOને લેખિત ફરિયાદ

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વાપી. પારડીના તીઘરાના પંચાયતના વર્તમાન સરપંચ સામે થોડા દિવસો પહેલા જ અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરાઇ હતી. ત્યારે હવે માજી સરપંચે વર્તમાન ઇન્ચાર્જ સરપંચ વિરુધ્ધ ચાર સંતાન હોવાના પુરાવા સાથે હોદ્દા પરથી તેમને દુર કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. નવા આવેલાં તાલુકા વિકાસ અધિકારી આ મામલે શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. 

માજી સરપંચ શાંતિલાલ ભીખુભાઇ પટેલે ટીડીઓને ફરિયાદ કરી
પારડીના તીઘરા પંચાયત ફરી વિવાદમાં આવી છે. કારણ કે માજી સરપંચ શાંતિલાલ પટેલે  ઇન્ચાર્જ સરપંચ સામે ચાર સંતાનના જન્મના દાખલા ટીડીઓ સમક્ષ રજૂ કરી માજી સરપંચે ઇન્ચાર્જ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા લેખિતમા ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યુ હતું કે ગુજરાત પંચાયત ચૂંટણી અધિનિયમ મુજબ બેથી વધુ સંતાન ન હોવા જોઈએ. તીઘરાના ઇન્ચાર્જ સરપંચ વિજય નાયકાના ચાર સંતાન હોવાથી ગુજરાત પંચાયત ચૂંટણી અધિનિયમ મુજબ યોગ્ય નથી.ઇન્ચાર્જ સરપંચને બે પત્નીના બે - બે સંતાન મળી કુલ ચાર સંતાનના જન્મના દાખલા સાથે માજી સરપંચ શાંતિલાલ ભીખુભાઇ પટેલે ટીડીઓને ફરિયાદ કરી છે. માજી સરપંચે વિજય નાયકાને ચાર સંતાનમાં 3 પુત્ર અને 1 પુત્રી હોવાના પુરાવા રજૂ કરી તેમને હોદા પરથી દુર કરવાની માગ કરી છે. થોડા દિવસો પહેલા જ સરપંચ શાંતિલાલ પટેલ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી