માંગણી:વાપી તાલુકામાં વેક્સિનનો પ્રથમ ડોઝ વધારવા માગ, એકમોમાં કામ કરતા કામદારો માટે જરૂરી

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી વિસ્તારમાં શરૂઆતથી જ વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે,વેક્સિનેશનમાં વાપી તાલુકો આગળ છે, પરંતુ હાલ વાપીમાં પ્રથમ ડોઝની જગ્યાએ સેકન્ડ ડોઝની વધુ ફાળવણી થઇ રહી છે. જેને લઇ કેટલાક નાગરિકોએ આરોગ્ય વિભાગને પ્રથમ ડોઝનો જથ્થો ફાળવવા રજૂઆત કરી છે. અૌદ્યોગિક વિસ્તાર હોવાથી તમામ કામદારોને વેક્સિન મળે તેવી માગ કરવામાં આવી છે. વાપી તાલુકામાં હાલ વેક્સિનેશન કેમ્પોના કારણે લોકોને સીધી રાહત થઇ રહી છે. આ સાથે આરોગ્ય કેન્દ્રો પણ વેક્સિનેશન કેમ્પોના કારણે વધુમાં વધુ લોકો વેક્સિન લઇ રહ્યાં છે.

પરંતુ છેલ્લા થોડા દિવસોથી પ્રથમ ડોઝ પર થોડી બ્રેક લગાડવામાં આવી છે. જેના કારણે પ્રથમ ડોઝ લેવા માટે લોકો વેક્સિનથી વંચિત છે. બીજી તરફ સેકન્ડ ડોઝ વધુ ફાળવામાં આવી રહ્યાં છે. આ મુદે કેટલાક નાગરિકોએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી કે પ્રથમ ડોઝ વધુ ફાળવામાં આવે તે જરૂરી છે. કારણ કે વાપી ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં કામદારોની સંખ્યા વધુ છે. જો કે અત્યાર સુધીમાં વાપી તાલુકામાં સૌથી વધુ વેક્સિનેશન થયું છે. અન્ય તાલુકાની સરખામણીએ વાપી તાલુકોે વેક્સિનેશન આગળ છે.

અન્ય સમાચારો પણ છે...