રજૂઆત:દમણના કચીગામથી રીંગણવાડાનો બે વર્ષથી અધુરો છોડાયેલો માર્ગ બનાવવા માગ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગ્રણી યુવકે આ માર્ગને તાત્કાલિક બનાવવા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી

નાની દમણના કચીગામથી રીંગણવાડા સુધીનો માર્ગને પહોળો કરવા માટે બે વર્ષ પૂર્વે કામગીરી શરૂ કરી હતી. જોકે, આ માર્ગને અધુરો છોડી દેવાતા અને ખાડાને લઇને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

કચીગામથી રીંગણવાડા રોડ બે વર્ષથી અટકેલો છે એનું સમારકામ જલ્દીથી કરવા માટે કચીગામના અગ્રણી યુવક તનોજ પટેલે બુધવારે દમણ જિલ્લા કલેકટરને એક પત્ર પાઠવીને સમસ્યા વિશે માહિતી આપી હતી.

કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છેકે, કોરોના કાળ બાદ હવે શાળાઓ શરૂ થઇ ગઇ છે, આ ઉપરાં દમણ અને વાપીને જોડતો આ મહત્વનો માર્ગ હોવાથી તેના ઉપર મહત્તમ વાહનોની અવરજવર રહે છે. આ બધા વચ્ચે આ માર્ગ ઉપર પડેલા ખાડા અને માર્ગને અધુરો છોડી દેતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેને લઇને આ માર્ગનું જલ્દીથી કામ પૂર્ણ કરવા રજૂઆત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...