તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગુજરાત સહિતના સીઇટીપીમાં આઉટલેટ CODની માત્રા 250થી વધારી 500 કરવાની વેબિનારમાં માગ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાપીના સંચાલકોની રજૂઆત બાદ અંકલેશ્વર,વટવા સહિતના પ્રતિનિધિઓએ ટેકો જાહેર કર્યો

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા શુક્રવારે દેશભરના સીઇટીપી સંચાલકો સાથે વેબિનાર યોજી સીઇટીપીને વધુ કારગત બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વાપીના સીઇટીપી સંચાલકોએ જણાવ્યુ હતું કે તમામ સીઇટીપીમાં સારુ પરિણામ લાવવું હોય તો આઉટલેટ સીઓડીની માત્રા 250થી વધારી 500 કરવી જોઇએ. આ માંગ સાથે અંકલેશ્વર,વટવા સહિતના તમામ એસ્ટેટના સંચાલકોએ સહમતિ દર્શાવતાં સીપીસીબીના અધિકારીઓએ મુલ્યાંકન કરી યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપી હતી.

કોરોનાના કારણે સીપીસીબી દ્વારા દિલ્લીથી સીઇટીપીના સંચાલકો સાથે ઓનલાઇન બેઠક (વેબિનાર)નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વાપી,અંકલેશ્વર,વટવા સહિત ગુજરાત અને દેશભરના સીઇટીપી સંચાલકો જોડાયા હતાં. સીપીસીબી,જીપીસીબીના અધિકારીઓ અને તમામ સીઇટીપીના સંચાલકોની ઓનલાઇન હાજરી વચ્ચે વાપી ગ્રીન એન્વાયરોના ડિરેકટર ચેતન પટેલે જણાવ્યુ હતું કે સીઇટીપીઓ સારી રીતે ચાલે તથા નકકી કરેલા માપદંડો મુજબ પરિણામ લાવવા હોય તો સીઓડીની માત્રામાં વધારો કરવામાં આવવો જોઇએ. હાલ સીઇટીપી આઉટલેટની માત્રા 250 છે.

જેને વધારી 500 કરવી જોઇએ. 250થી વધુ સીઓડી આવતાં ખોટુ અર્થઘટન કરવામાં આવે છે. સીઈટીપીના આઉટલેટની માત્રામાં વધારો કરી આપવા, સીઈટીપીના રિઝલ્ટ યોગ્ય હોય તો ઈન્ડસ્ટ્રીઝમાં ચેકીંગની કાર્યવાહી નહિ કરવા સહિતના મુદ્દાઓ વાપી ગ્રીન એનવાયરો દ્વારા રજૂ કરાયા હતાં. આ રજૂઆતને અંકલેશ્વર,વટવા સહિતના સીઇટીપીના સંચાલકોએ ટેકો જાહેર કરી આ માંગ સંતોષવા રજૂઆત કરી હતી. આ મુદે સીપીસીબીના અધિકારીએ સીઇટીપીઓનું મુલ્યાંકન કરી યોગ્ય નિર્ણયો લેવાની પણ ખાતરી આપી હતી.

CETPના એકમોમાં ચેકિંગ અંગે પણ રજૂઆત
આ વેબિનારમાં વાપી ગ્રીન એન્વાયરોના ડિરેકટર ચેતન પટેલ, એસ.એસ.સરનાએ સીઈટીપીના આઉટલેટની માત્રા યોગ્ય જણાય તેવા સીઈટીપીના સભ્યોના એકમોમાં ચેકીંગની પ્રક્રિયા બંધ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી. જેને બહુધા સીઈટીપી સંચાલકોએ આવકારી ટેકો આપ્યો હતો. જો કે વાપીમાં કેટલાક એકમોના કારણે સમગ્ર ઉદ્યોગોએ બદનામ થવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો