આવેદન:હેડકલાર્કની પરીક્ષામાં પ્રશ્નપત્રોના લીકેજ માટે તપાસની માગ,જવાબદારો સામે કાર્યવાહી કરો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું, પરીક્ષામાં સુચારુ વ્યવસ્થા ગોઠવો

જિલ્લા આદમી પાર્ટીએ હેડકલાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં પેપરલિક કરનાર સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરતી પ્રક્રિયામાં સુચારૂ વ્યવસ્થા ગોઠવામાં આવે તો લાખો વિદ્યાર્થીઓને પોતાની મહેનત પ્રમાણે ન્યાય મળી શકે. જો કે વાર-વાર પેપર લિકેજના પગલે વિદ્યાર્થીઓમાં આક્રોશ છે.

જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈ,પ્રદેશ મંત્રી ઈશ્વરભાઈ પટેલ,પારડી શહેર આપ પ્રમુખ વિજયભાઇ આર. શાહ અડવોકેટે-નોટરી ,વલસાડ જિલ્લા આપ સગઠન મહામંત્રી જીજ્ઞેશભાઈ સોલંકી સહિતના હોદેદારોએ આવેદનપત્ર વલસાડ જિલ્લાના કલેક્ટરને આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની ભરતીમાં 10 થી 15 લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર જોડાયેલા રહેતા હોય છે. 12 ડિસેમ્બરે લેવાયેલી હેડકલાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લિક થયું હતું.

હિમંતનગરના એક ફાર્મહાઉસમાં સોળ વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોસિયલ મિડિયા દ્વારા ભાવનગર, વડોદરા, કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક પહેલા પહોંચ્યુ હતું. આ કેસમાં આધારો સાથે રજૂઆત કરાઇ છે. ત્યારે દોષિત સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી થાય. દોષિતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી થાય. તેમજ ભ‌વિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવું ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...